શોધખોળ કરો

PAK vs NEP Asia Cup 2023: નેપાળને 238 રને હરાવી પાકિસ્તાને જીત સાથે કરી એશિયા કપની શરુઆત

PAK vs NEP Match Report:  એશિયા કપની પ્રથમ મેચમાં પાકિસ્તાને નેપાળને 238 રનથી હરાવ્યું છે. નેપાળને જીતવા માટે 343 રનનો ટાર્ગેટ હતો, પરંતુ આખી ટીમ 23.4 ઓવરમાં માત્ર 104 રન પર જ ઓલ આઉટ થઈ ગઈ હતી.

PAK vs NEP Match Report:  એશિયા કપની પ્રથમ મેચમાં પાકિસ્તાને નેપાળને 238 રનથી હરાવ્યું છે. નેપાળને જીતવા માટે 343 રનનો ટાર્ગેટ હતો, પરંતુ આખી ટીમ 23.4 ઓવરમાં માત્ર 104 રન પર જ ઓલ આઉટ થઈ ગઈ હતી. આ રીતે બાબર આઝમની આગેવાનીવાળી ટીમે મોટી જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી. આ પહેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાને 50 ઓવરમાં 6 વિકેટે 342 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી બાબર આઝમ અને ઈફ્તિખાર અહેમદે શાનદાર સદી ફટકારી હતી.

પાકિસ્તાને નેપાળને આસાનીથી હરાવ્યું

પાકિસ્તાનના 342 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલા નેપાળની શરૂઆત સારી રહી ન હતી. શાહીન આફ્રિદીએ પહેલી જ ઓવરમાં નેપાળને આંચકો આપ્યો હતો. નેપાળના 3 ખેલાડી 14 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી આરીફ શેખ અને સોમપાલ કામીએ ચોક્કસપણે સંઘર્ષ બતાવ્યો, પરંતુ આ બંને બેટ્સમેન પાકિસ્તાની બોલરોનો વધુ સમય સુધી સામનો કરી શક્યા નહીં. પાકિસ્તાનના 8 બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા ન હતા. નેપાળ માટે સોમપાલ કામીએ 46 બોલમાં સૌથી વધુ 28 રનની ઇનિંગ રમી હતી.

પાકિસ્તાનના બોલરોની વાત કરીએ તો શાદાબ ખાને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે શાહીન આફ્રિદી અને હરિસ રઉફે 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય નસીમ શાહ અને મોહમ્મદ નવાઝને 1-1 સફળતા મળી હતી. આ પહેલા પાકિસ્તાન તરફથી કેપ્ટન બાબર આઝમે 131 બોલમાં 151 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 14 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ સિવાય ઈફ્તિખાર અહેમદે 71 બોલમાં અણનમ 109 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 11 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. નેપાળ તરફથી સોમપાલ કામીએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. જ્યારે કરણ કેસી અને સંદીપ લામિછાનેને 1-1 સફળતા મળી હતી.

પાકિસ્તાન પ્લેઈંગ ઈલેવન

ફખર ઝમાં, ઇમામ-ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકી), આગા સલમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ

નેપાળ પ્લેઈંગ ઈલેવન

કુશલ ભુર્ટેલ, આસિફ શેખ (વિકી), રોહિત પૌડેલ (કેપ્ટન), આરિફ શેખ, કુશલ મલ્લા, દીપેન્દ્ર સિંહ એરી, ગુલસન ઝા, સોમપાલ કામી, કરણ કેસી, સંદીપ લામિછાને, લલિત રાજવંશી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા-
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા- "પાતાળ લોક મળી ગયો"
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
Embed widget