શોધખોળ કરો
Advertisement
'હું કોહલીની ઈજ્જત કરું છું, ડરતો નથી,' પાકિસ્તાનના ફાસ્ટ બોલરનો હુંકાર
શાહે કહ્યું, ભારત અને પાકિસ્તાનની મેચ હંમેશા રોમાંચક હોય છે. મને પહેલા જ કહેવામાં આવી ચુક્યું છે કે આ મેચમાં ખેલાડી હીરો અને વિલન બની શકે છે.
લાહોરઃ પાકિસ્તાનના યુવા ટેલેન્ટેડ ફાસ્ટ બોલર નસીમ શાહે 17 વર્ષની વયે ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યુ હતું. આ વર્ષે બાંગ્લાદેશ સામે હેટ્રિક લઈને તેણે ઈતિહાસ રચ્યો હતો અને તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં હેટ્રિક લેનારો સૌથી યુવા ક્રિકેટર બની ગયો હતો.
ધ ઈન્ડિન એક્સપ્રેસ અનુસાર ફાસ્ટ બોલરે કહ્યું કે, આગામી સમયમાં આવનારી તમામ ચેલેન્જ માટે હું તૈયાર છું. કોઈથી ડરતો નથી. હું ટીમ ઈન્ડિયા અને વિરાટ સામે મેચ રમવાની કોશિશ કરી રહ્યો છું.
શાહે કહ્યું, ભારત અને પાકિસ્તાનની મેચ હંમેશા રોમાંચક હોય છે. મને પહેલા જ કહેવામાં આવી ચુક્યું છે કે આ મેચમાં ખેલાડી હીરો અને વિલન બની શકે છે. મને આશા છે કે હું જલદી ભારત સામે રમીશ. હું મારા ફેન્સની આશા પર પાણી ફેરવવા નથી માંગતો અને રહી વાત વિરાટની તો હું તેની ઈજ્જત કરું છું પણ ડરતો નથી.
શ્રેષ્ઠ બેટ્સમેન સામે બોલિંગ કરવી હંમેશા પડકારજનક હોય છે પરંતુ આ દરમિાયન તમારે તમારી રમત બદલવી પડે છે. મને જ્યારે મોકો મળે ત્યારે હું વિરાટનો સામનો કરવા તૈયાર છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement