શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કયા દેશના PM પૂર્વ કેપ્ટન પર ભડક્યા, ને કહી દીધુ હવે તુ ઘરેલુ ક્રિકેટ જ રમ.....
ટી20 ક્રિકેટના આધારે કોઇના પણ ફોર્મની સમીક્ષા ના કરવી જોઇએ, ખરેખરમાં, વનડે અને ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટ જ રીત છે
કરાંચીઃ પાકિસ્તાનની ક્રિકેટ ટીમની કથળતી સ્થિતિ સંભાળવા માટે હવે પૂર્વ કેપ્ટન અને હાલના વડાપ્રધાન ઇમરાન ખાન મેદાનામાં આવ્યા છે. પાકિસ્તાની પૂર્વ કેપ્ટન સરફરાજ અહેમદને ઇમરાન ખાને એક ખાસ સલાહ આપી છે, તેમને ઘરેલુ ક્રિકેટ રમવાનું કહી દીધુ છે.
છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાની ટીમના કમાન સંભાળી રહેલા સરફરાજ અહેમદને તાજેતરમાંજ કેપ્ટન પદેથી હટાવી દેવાયો છે. હવે આ સાથે તેની ટીમમાં જગ્યા પણ નહીવત થઇ ગઇ છે. સરફરાજનુ હાલનું ફોર્મ ચિંતાનો વિષય છે. આ મામલે પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને સરફરાજને એક સલાહ આપતા કહ્યું કે જો સરફરાજને ફરીથી ટીમમાં વાપસી કરવી હોય તો તેને ઘરેલુ ક્રિકેટ રમવાનુ શરૂ કરી દેવુ જોઇએ, અને ફરીથી પોતાનુ ફોર્મ અને પરફોર્મન્સ મેળવી લેવુ જોઇએ.
ઇમરાને કહ્યું કે, ટી20 ક્રિકેટના આધારે કોઇના પણ ફોર્મની સમીક્ષા ના કરવી જોઇએ, ખરેખરમાં, વનડે અને ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટ જ રીત છે. રાષ્ટ્રીય ટીમમાં વાપસી માટે સરફરાજ માટે ઘરેલુ ક્રિકેટ પર જ ધ્યાન આપવુ જોઇએ.
ઉલ્લેખનીય છે કે, આઇસીસી વર્લ્ડકપ 2019 બાદ સરફરાજ અહેમદની કેપ્ટનશીપ પર સલાવો ઉઠ્યા હતા, અને બાદમાં શ્રીલંકા વિરુદ્ધ ઘરઆંગણે 3 મેચોની ટી20 સીરીઝ ગુમાવ્યા બાદ તેની પાસેથી કેપ્ટનપદ છીનવી લેવામાં આવ્યુ હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion