Pakistan vs Bangladesh: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયા કપની ફાઈનલ, બાંગ્લાદેશનો સુપર-4માં પરાજય
Pakistan vs Bangladesh: એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર હશે જ્યારે ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં રમશે

Asia Cup 2025 Pakistan vs Bangladesh Match: એશિયા કપ 2025ની 17મી મેચમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન ગુરુવાર, 25 સપ્ટેમ્બરના રોજ ટકરાયા હતા. દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ સુપર ફોર મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 11 રનથી હરાવ્યું હતુ. આ જીત સાથે પાકિસ્તાની ટીમ ફાઇનલમાં પ્રવેશી ગઈ છે.
Pakistan's never-say-never attitude earns them a spot in the Final! 😍
— AsianCricketCouncil (@ACCMedia1) September 25, 2025
Defending a modest target, 🇵🇰 were at their best with the ball & in the field, standing up on the big stage claiming a thumping win!#PAKvBAN #DPWorldAsiaCup2025 #ACC pic.twitter.com/uqALRLxjOU
પાકિસ્તાન હવે રવિવાર, 28 સપ્ટેમ્બરના રોજ ફાઇનલમાં ભારતનો સામનો કરશે. એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર હશે જ્યારે ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં રમશે. બાંગ્લાદેશને જીતવા માટે 136 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, પરંતુ તે 20 ઓવરમાં 9 વિકેટે 124 રન જ બનાવી શક્યું હતું.બાંગ્લાદેશ માટે શમીમ હુસૈને સૌથી વધુ 30 રન બનાવ્યા હતા. સૈફ હસન (18 રન), રિશાદ હુસૈન (અણનમ 16 રન), અને નુરુલ હસન (16 રન) એ પણ પોતાનો પક્ષ રાખવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન માટે શાહીન આફ્રિદી અને હરિસ રઉફે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. સેમ અયુબે બે વિકેટ લીધી હતી. મોહમ્મદ નવાઝે પણ એક વિકેટ લીધી હતી.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 8 વિકેટે 135 રન બનાવ્યા હતા. વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ હારિસે 23 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે સૌથી વધુ 31 રન બનાવ્યા હતા. મોહમ્મદ નવાઝે 15 બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગા સાથે 25 રન બનાવ્યા હતા.સલમાન અલી આગા (19 રન), શાહીન આફ્રિદી (19 રન), અને ફખર ઝમાન (13 રન) નિષ્ફળ રહ્યા હતા. બાંગ્લાદેશ તરફથી ફાસ્ટ બોલર તસ્કિન અહેમદે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. સ્પિન બોલર રિશાદ હુસૈન અને મહેદી હસને બે-બે વિકેટ લીધી, જ્યારે મુસ્તફિઝુર રહેમાને એક વિકેટ લીધી હતી.
નોંધનીય છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ બંને ટીમો માટે સુપર ફોરનો છેલ્લો મુકાબલો હતો. જોકે, આ મેચ સેમિફાઇનલથી ઓછી નહોતી, કારણ કે વિજેતા ટીમ 28 સપ્ટેમ્બરે ભારત સામે ફાઇનલમાં પહોંચશે. એશિયા કપના ઇતિહાસમાં આ પહેલી વાર બનશે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ રમાશે. છેલ્લા 41 વર્ષમાં આવું ક્યારેય બન્યું નથી.




















