Pakistan Team: ઘરે પહોંચતા જ પાકિસ્તાની ટીમમાં ભૂકંપ, વર્લ્ડકપમાં ભૂંડા પ્રદર્શન બાદ આ દિગ્ગજનું રાજીનામું
હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેની આગામી સીરીઝ રમવાની છે. આ પ્રવાસ 14મી ડિસેમ્બરથી થશે.
Pakistan Team World Cup 2023: ભારતમાં રમાઇ રહેલા ICC ODI વર્લ્ડકપ 2023માં ગૃપ સ્ટેજની મેચો પુરી થઈ ગઈ છે. હવે સેમિફાઇનલ રાઉન્ડ શરૂ થશે. આ વખતે ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમની હાલત ખૂબ જ ખરાબ રહી છે. બાબર આઝમની કેપ્ટનશીપ વાળી પાકિસ્તાની ટીમ આ ટૂર્નામેન્ટમાં 9 મેચમાંથી માત્ર 4 જ જીતી શકી અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. આમાં પણ ખાસ વાત છે કે, પાકિસ્તાનની ટીમ પોતાની છેલ્લી મેચ રમીને ઘરે પહોંચી તો ટીમમાં ભૂકંપ જેવી સ્થિતિ પેદા થઇ ગઇ હતી. ખરેખરમાં, પાકિસ્તાન ટીમના બોલિંગ કોચ મૉર્ને મૉર્કલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
જલદી થશે ટીમના નવા બૉલિંગ કૉચનું એલાન
દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બૉલર મૉર્ને મૉર્કલનો પાકિસ્તાન ટીમ સાથે 6 મહિનાનો કરાર હતો. તેમણે આ વર્ષે જૂનમાં આ પદ સંભાળ્યું હતું. તેમના કૉચિંગ હેઠળ પાકિસ્તાનની ટીમે શ્રીલંકા પ્રવાસ પર તેની પ્રથમ ટેસ્ટ સીરીઝ રમી હતી.
હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેની આગામી સીરીઝ રમવાની છે. આ પ્રવાસ 14મી ડિસેમ્બરથી થશે. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરીઝ રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે તે ટૂંક સમયમાં ટીમના નવા બૉલિંગ કૉચની જાહેરાત કરશે.
Morne Morkel resigns as Pakistan bowling coach
— PCB Media (@TheRealPCBMedia) November 13, 2023
Details here ⤵️ https://t.co/El3BgWVbjh
પાકિસ્તાની ટીમ પોતાના ઘરે પહોંચી, હસન અલી અહીં રોકાયો
વર્લ્ડકપમાં સફર પુરી થયા બાદ પાકિસ્તાનની ટીમ ટૂકડે-ટૂકડે ઘર તરફ રવાના થઈ ગઈ છે. પ્રથમ બેચમાં 11 ખેલાડીઓ 12મી નવેમ્બરે સવારે 8.55 કલાકે રવાના થયા હતા. બાકીના ખેલાડીઓ તે જ દિવસે રાત્રે 8:20 વાગ્યે રવાના થયા હતા. તમામ ખેલાડીઓએ કોલકાતાથી ફ્લાઈટ લીધી હતી. બધા યૂએઈ થઈને ઘરે પહોંચ્યા.
ફાસ્ટ બૉલર હસન અલી હાલ ભારતમાં જ રહેશે. અહીં તેનુ સાસરુ છે, તે સસરા ઘરે છે. તે 22મી નવેમ્બરે રવાના થશે. પાકિસ્તાન ટીમના કૉચ મિકી આર્થર 13થી 16 નવેમ્બર સુધી UAEમાં રહેશે. આ પછી તે 16 નવેમ્બરે લાહોર જવા રવાના થશે.
તાજેતરમાં જ ઇન્ઝમામે પણ આપ્યુ હતુ રાજીનામું
તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેણે પોતાનું રાજીનામું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ ઝકા અશરફને મોકલ્યું હતું, જેને સ્વીકારી લેવામાં આવ્યું હતું.
હારૂન રશીદના પદ છોડ્યા બાદ 53 વર્ષીય ઈન્ઝમામ-ઉલ-હકને આ વર્ષે ઓગસ્ટ મહિનામાં PCBના મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ત્રણ મહિનાથી પણ ઓછા સમય સુધી આ પદ પર રહ્યાં. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ બંને રાજીનામા બાદ બાબર આઝમ પણ ટૂંક સમયમાં કેપ્ટનશિપ પરથી રાજીનામું આપી શકે છે. બાબર પણ પોતાના બોર્ડના વલણથી ખુશ દેખાતો નથી.
વર્લ્ડકપ માટે આ હતી પાકિસ્તાની ટીમ
બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, હસન અલી, ઈફ્તિખાર અહેમદ, ઈમામ ઉલ હક, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, સલમાન આગા, શાહીન આફ્રિદી, ઉસામા મીર, સઈદ શકીલ, હરિસ રઉફ , મોહમ્મદ વસીમ જૂનિયર