શોધખોળ કરો

IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું

U19 Asia Cup 2024 IND vs PAK: પાકિસ્તાને U19 એશિયા કપ 2024 ની મેચમાં ભારતને હરાવ્યું. ભારત તરફથી નિખિલ કુમારે સારું પ્રદર્શન કર્યું હતું. જો કે તેની ઈનિંગ નિરર્થક ગઈ.

U19 Asia Cup 2024 IND vs PAK: પાકિસ્તાન સામે અંડર 19 એશિયા કપ 2024 ની મેચમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનને 282 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા 237 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. તેને 44 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત તરફથી નિખિલ કુમાર અને સમર્થ નાગરાજે સારું પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી પણ રમ્યો હતો.

અંતમાં ભારત તરફથી મોહમ્મદ ઇનાન અને યુધજીતે સારું પ્રદર્શન કર્યું હતું. જોકે તેઓ જીતી શક્યા ન હતા. ઈનાને 22 બોલમાં 30 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. યુધજીતે અણનમ 12 રન બનાવ્યા હતા.

આયુષ માત્રે અને વૈભવ સૂર્યવંશી ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. પરંતુ વૈભવ માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે આયુષ 20 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 14 બોલનો સામનો કર્યો અને 5 ચોગ્ગા ફટકાર્યા. આન્દ્રે સિદ્ધાર્થ 15 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન મોહમ્મદ અમાન પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો. તેણે 16 રન બનાવ્યા હતા. નિખિલ કુમારે 67 રનની ઇનિંગ રમી હતી.

ટીમ ઈન્ડિયા માટે નિખિલની અડધી સદી

ભારત તરફથી નિખિલ પાંચમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 77 બોલનો સામનો કરીને 67 રન બનાવ્યા હતા. નિખિલે 6 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા નથી. કિરણ માત્ર 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હરવંશ સિંહ 26 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક રાજ પણ 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

પાકિસ્તાન માટે શાહઝેબે સદી ફટકારી હતી

પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 281 રન બનાવ્યા હતા. આ દરમિયાન શાહઝેબ ખાન અને ઉસ્માન ખાને ટીમને જોરદાર શરૂઆત અપાવી હતી. શાહઝેબે સદી ફટકારી હતી. તેણે 147 બોલનો સામનો કર્યો અને 159 રન બનાવ્યા. શાહઝેબની આ ઇનિંગમાં 10 છગ્ગા અને 5 ચોગ્ગા સામેલ હતા. ઉસ્માને અડધી સદી ફટકારી હતી. તેણે 94 બોલનો સામનો કરીને 60 રન બનાવ્યા હતા. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા નથી. મોહમ્મદ રિયાઝુલ્લાએ 27 રન બનાવ્યા હતા. હારૂન અરશદ 3 રન બનાવીને આઉટ થયો હતો.

આયુષ-સમર્થે ભારત માટે બોલિંગમાં અજાયબી બતાવ્યા

ભારત તરફથી બોલિંગમાં સમર્થ નાગરાજ અને આયુષ માતરે અજાયબીઓ કરી હતી. સમર્થે 10 ઓવરમાં 45 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે 1 મેડન ઓવર પણ લીધી હતી. આયુષે 7 ઓવરમાં માત્ર 30 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે 1 મેડન ઓવર પણ લીધી હતી. યુધ્ધજીત ગુહાએ 1 વિકેટ લીધી હતી. કિરણ ચોરમેલને પણ એક વિકેટ મળી હતી.

આ પણ વાંચોઃ

Cyclone Fengal: ફ્લાઈટ્સ-ટ્રેન રદ, શાળા-કોલેજો પણ બંધ.... આ રાજ્યોમાં 'ફેંગલ' તબાવી મચાવશે, ભારે વરસાદનું એલર્ટ

ટોપ સ્ટોરી

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
Embed widget