શોધખોળ કરો

Ramiz Raja: ...તો અમારા વગર જ વર્લ્ડકપ રમવો પડશે, રમીઝ રાજાની ભારતને ખુલ્લી ધમકી

વર્ષ 2023 એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાનો છે જેમાં એશિયાની ટીમો ભાગ લઈ રહી છે. જ્યારે BCCI સેક્રેટરી જય શાહ પહેલા જ કહી ચુક્યા છે કે ટીમ ઈન્ડિયા ક્રિકેટ રમવા માટે પાકિસ્તાન નહીં જાય.

Pakistan Cricket Team: ભારત અને પાકિસ્તાનના સંબંધો સરહદથી લઈને ક્રિકેટના મેદાન સુધી ખરાબ ચાલી રહ્યાં છે. તેની અસર આગમી સમયમાં યોજાનારા ક્રિકેટના બે મહત્વના કપ પર પડી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે તો અત્યારથી જ ભારતને ધમકી આપવાનું શરૂ કરી દીધું છે. 

વર્ષ 2023 એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાનો છે જેમાં એશિયાની ટીમો ભાગ લઈ રહી છે. જ્યારે BCCI સેક્રેટરી જય શાહ પહેલા જ કહી ચુક્યા છે કે ટીમ ઈન્ડિયા ક્રિકેટ રમવા માટે પાકિસ્તાન નહીં જાય. જોકે, એશિયા કપ તટસ્થ સ્થળે યોજાશે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ રમીઝ રાજાએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેણે બીસીસીઆઈને ધમકીભર્યા અંદાજમાં પડકાર ફેંક્યો છે.

રમીઝ રાજાએ આપી લુખ્ખી ધમકી

પાકિસ્તાન તરફથી અગાઉ પણ કહેવામાં આવ્યું ચુક્યું છે કે, જો ટીમ ઈન્ડિયા એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાન પણ ભારતમાં યોજાનાર ODIવર્લ્ડ કપનો બહિષ્કાર કરશે. હવે ફરી એકવાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ રમીઝ રાજાએ આ મુદ્દાને હવા આપી છે. તેમણે કહ્યું હતું કે, જો ભારત એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો ભારતે પણ અમારા વિના આવતા વર્ષે વર્લ્ડકપ રમવો પડશે. અમે આ મામલે આક્રમક વલણ યથાવત રાખીશું.

અમે ભારતને 2 વાર હરાવ્યું : રાજા

રમીઝ રાજાએ ઉમેર્યું હતું કે, જો પાકિસ્તાનની ટીમ આવતા વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડકપમાં નહીં રમે તો આ ટૂર્નામેન્ટ જોશે જ કોણ. ગયા વર્ષે અમે વર્લ્ડકપમાં ભારતને હરાવ્યું હતું. અમે એશિયા કપમાં પણ ભારતને હરાવ્યું હતું. પાકિસ્તાની ટીમે બિલિયન ડૉલર ઈકોનોમી ટીમને બે વખત હરાવ્યું છે.

રમીઝ રાજાના શેખચલ્લીના સપના

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ રમીઝ રાજાએ કહ્યું હતું કે, અમારી ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. આપણે પાકિસ્તાન ક્રિકેટની અર્થવ્યવસ્થાને સુધારવાની જરૂર છે અને આ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે સારું રમીશું. T20 વર્લ્ડકપ 2022ની ફાઇનલમાં પાકિસ્તાનને ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા એશિયાકપ 2022ની ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવ્યું હતું.

વર્લ્ડ કપમાં હાર બાદ BCCI ફુલ એક્શન મોડમાં, હવે ટીમ ઈન્ડિયામાંથી આ દિગ્ગજને બહારનો રસ્તો બતાવ્યો!

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, BCCI મેન્ટલ કન્ડીશનીંગ કોચ પેડી અપટનનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા જઈ રહ્યું નથી. એટલે કે તે બાંગ્લાદેશ પ્રવાસ પર ભારતીય ટીમ સાથે નહીં જાય. ટી-20 વર્લ્ડ કપની સમાપ્તિ સાથે પેડી અપટનનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો. દક્ષિણ આફ્રિકાના રહેવાસી પેડી અપટનને મુખ્ય કોચ રાહુલ દ્રવિડના પ્રિય માનવામાં આવે છે અને દ્રવિડની સલાહ પર જ તેને 53 વર્ષીય અપટનની માનસિક સ્થિતિ માટે નિયુક્ત કરવામાં આવ્યો હતો. 53 વર્ષીય અપટન આ વર્ષે જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દ્વારા ભારતીય ટીમ સાથે બીસીસીઆઈમાં જોડાયા હતા.

ટોપ સ્ટોરી

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget