પાકિસ્તાનનો આ ટૉપ ક્રિકેટર યુવતીને ફોન કરીને ધમકાવી કરતો હતો બ્લેકમેલ, યુવતીએ એવુ શું કર્યુ તો ક્રિકેટર ફસાઇ ગયો.......
કોર્ટે આ મામલામાં બાબરને 18 જાન્યુઆરીએ નૉટિસ આપી હતી, જોકે, તેના ભાઇ ફૈઝલ આઝમ હાજર થયો અને મામલાની તપાસ માટે થોડાક સમય માંગ્યો હતો. પરંતુ બાબર આઝમ હજુ સુધી કોર્ટ સમક્ષ હાજર નથી થયો.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાની ક્રિકેટ ટીમ હંમશા વિવાદોમાં રહેતી છે. હવે એક મોટો વિવાદ કેપ્ટન બાબર આઝમને લઇને ઉભો થયો છે. તાજેતરમાંજ કેપ્ટન બાબર આઝમ સાથે સિલેક્શન કમિટીની ખબરો ચર્ચામાં આવી હતી, હવે રિપોર્ટ છે કે પાકિસ્તાનની એક કોર્ટ બાબર આઝમ વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો છે.
જાણો શું છે મામલો....
ખરેખર, પાકિસ્તામાં અતિરિક્ત સત્ર ન્યાયાધીશે સંઘીય તપાસ એજન્સી એફઆઇએને પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો છે. આઝમ પર કથિત રીતે બે મહિલાઓને ધમકાવવા, પરેશાન કરવા અને બ્લેકમેઇલ કરવાનો આરોપ છે. જજો હામિદ હૂસેને કાયદાની ઔપચારિકતાઓ બાદ નિર્ધારિત સમયની અંદર દોષીઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધવાના સંબંધમાં આગળની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનની મહિલા હમીઝાએ અજાણ્યા કૉલ કરવા કરનારાઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધવા માટે એફઆઇએ પાસે ફરિયાદ નોંધાવી હતી.
હમીઝાએ દાવો કર્યો છે કે કૉલર્સે બાબર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવા પર તેને ભયાનક પરિણામની ધમકી આપી હતી. હમીઝાએ એફઆઇએ પાસેથી કૉલ કરનારાઓ તપાસ કરવા અને તેની વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો અનુરોધ કર્યો હતો.
એફઆઇએના રિપોર્ટ પ્રમાણે, કૉલ રેકોર્ડથી જાણવા મળ્યુ છે કે બાબર, મરિયમ અહેમદ અને સલેમી બીબીના બે નંબર છે. નૉટિસ આપ્યા બાદ, ત્રણ વાર બોલાવવા છતા પણ સલેમી કોર્ટમાં હાજર નથી થઇ, વળી, મરિયમ હમીદાને નથી જાણતી, અને તેનુ કહેવુ છે કે તેને કોઇ મેસેજ નથી મોકલ્યો.
કોર્ટે આ મામલામાં બાબરને 18 જાન્યુઆરીએ નૉટિસ આપી હતી, જોકે, તેના ભાઇ ફૈઝલ આઝમ હાજર થયો અને મામલાની તપાસ માટે થોડાક સમય માંગ્યો હતો. પરંતુ બાબર આઝમ હજુ સુધી કોર્ટ સમક્ષ હાજર નથી થયો. હમીઝાએ દાવો કર્યો છે કે કૉલર્સે બાબર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવા પર તેને ભયાનક પરિણામની ધમકી આપી હતી. હમીઝાએ એફઆઇએ પાસેથી કૉલ કરનારાઓ તપાસ કરવા અને તેની વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો અનુરોધ કર્યો હતો.