શોધખોળ કરો

PBKS vs CSK: ચેન્નાઈની સતત ચોથી હાર,ફિનિશર ધોની ફરી નિષ્ફળ,પ્રિયાંશ આર્ય બન્યો પંજાબનો હીરો

PBKS vs CSK Highlights: પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 18 રનથી હરાવ્યું. IPL 2025 માં પંજાબની ચાર મેચમાં આ ત્રીજી જીત છે.

PBKS vs CSK Match Highlights:  પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 18 રનથી હરાવ્યું. આ મેચમાં પણ, એમએસ ધોની ચેન્નઈને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો છે. પહેલા બેટિંગ કરતા પંજાબે 219 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેમાં સૌથી મોટો ફાળો પ્રિયાંશ આર્યની 103 રનની સદીનો હતો. મોટા લક્ષ્યના જવાબમાં, ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ફક્ત 201 રન બનાવી શકી અને 18 રનથી મેચ હારી ગઈ.

ચેન્નાઈ સુપર કિંગ્સને 220 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેના જવાબમાં રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવેએ CSKને મજબૂત શરૂઆત અપાવી હતી. રવિન્દ્રએ 36 રન બનાવ્યા અને કોનવે સાથે 61 રનની ઓપનિંગ ભાગીદારી કરી. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયા, જેના કારણે ચેન્નાઈ મુશ્કેલીમાં મુકાઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું.

આ પછી, ડેવોન કોનવે અને શિવમ દુબેએ બાજી સંભાળી અને તેમની વચ્ચે 89 રનની ભાગીદારી થઈ. પરંતુ જ્યારે ચેન્નાઈને રન રેટ વધારવાની જરૂર હતી, ત્યારે શિવમ દુબે 16મી ઓવરમાં 42 રનના સ્કોર પર આઉટ થઈ ગયો. દુબે એવા સમયે આઉટ થયો જ્યારે ચેન્નાઈને જીત માટે 25 બોલમાં 69 રનની જરૂર હતી. કોનવે 69 રનના સ્કોર પર રિટાયર્ડ આઉટ થયો, તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજા બેટિંગ કરવા આવ્યો. CSKનો આ નિર્ણય કદાચ મોડો આવ્યો, જે આખરે તેની હારનું કારણ બન્યો. પરિસ્થિતિ એવી હતી કે ચેન્નાઈને છેલ્લી 3 ઓવરમાં 59 રનની જરૂર હતી અને જરૂરી રન રેટ ઘણો ઊંચો થઈ ગયો હતો.

ધોની ફરી એકવાર ફ્લોપ
વધતી જતી ટીકા વચ્ચે એમએસ ધોની પાંચમા નંબરે બેટિંગ કરવા આવ્યો. ધોની કદાચ ફરીથી ટ્રોલ થશે કારણ કે સામે એક મોટું લક્ષ્ય હતું અને 'થાલા' પહેલા 4-5 બોલમાં ટુક-ટુક કરતો જોવા મળ્યો હતો. તેણે 12 બોલમાં 27 રનની ઇનિંગ રમીને ફેન્સનું મનોરંજન જરુર કર્યું, પરંતુ ફિનિશરની ભૂમિકા ભજવવામાં અસમર્થતાને કારણે, ધોની સીએસકે પર બોજ બની રહ્યો છે. તમને જણાવી દઈએ કે IPL 2025 માં CSK ની આ સતત ચોથી હાર છે.

પંજાબે ચેન્નાઈને 220 રનનો લક્ષ્યાંક આપ્યો હતો

પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને જીતવા માટે 220 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટીમ તરફથી પ્રિયાંશ આર્યએ સદી ફટકારી. તેણે 42 બોલનો સામનો કરીને 103 રન બનાવ્યા. શશાંક સિંહે અણનમ 52 રન બનાવ્યા. માર્કો જોહ્ન્સને 34 રનની અણનમ ઇનિંગ રમી. ખલીલ અહેમદ અને રવિચંદ્રન અશ્વિને ચેન્નાઈને 2-2 વિકેટ અપાવી. મુકેશ ચૌધરી અને નૂર અહેમદે એક-એક વિકેટ લીધી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

...તો આ કારણે થઈ અમદાવાદ વિમાન દુર્ઘટના, 15 પાનાના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
...તો આ કારણે થઈ અમદાવાદ વિમાન દુર્ઘટના, 15 પાનાના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
કાંતિ અમૃતિયાનું રાજીનામા સાથે વિધાનસભા પહોંચવાનું એલાન, ગોપાલ ઇટાલીયાને 'ખુલ્લો પડકાર'
કાંતિ અમૃતિયાનું રાજીનામા સાથે વિધાનસભા પહોંચવાનું એલાન, ગોપાલ ઇટાલીયાને 'ખુલ્લો પડકાર', જાણો રાજીનામાની તારીખ અને સમય
'મને ડિલિવરીની તારીખ જણાવો, અમે તેને ઉપાડી લઈશું': સીધીમાં રસ્તાની માંગણી પર ભાજપ સાંસદનો વાહિયાત જવાબ
'મને ડિલિવરીની તારીખ જણાવો, અમે તેને ઉપાડી લઈશું': સીધીમાં રસ્તાની માંગણી પર ભાજપ સાંસદનો વાહિયાત જવાબ
મોહન ભાગવતના 75 વર્ષના નિવેદન પર AAPનો કટાક્ષ: 'હવે RSS પણ ઇચ્છે છે કે PM મોદી.....'
મોહન ભાગવતના 75 વર્ષના નિવેદન પર AAPનો કટાક્ષ: 'હવે RSS પણ ઇચ્છે છે કે PM મોદી.....'
Advertisement

વિડિઓઝ

Ahmedabad Rain: અમદાવાદમાં રાતે વરસાદની ધમાકેદાર એન્ટ્રી, રસ્તા થયા પાણી પાણી
Hun To Bolish : હું તો બોલીશ : રાજીનામું આપશે કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે વેચ્યા પસ્તીમાં પુસ્તક?
Hun To Bolish : હું તો બોલીશ : જીવ જાય પછી જ જાગશો?
Kanti Amrutiya Audio Clip: ગોપાલનું નામ સાંભળતાં જ કાંતિ અમૃતિયા થયા ગુસ્સે, ઓડિયો ક્લિપ વાયરલ
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
...તો આ કારણે થઈ અમદાવાદ વિમાન દુર્ઘટના, 15 પાનાના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
...તો આ કારણે થઈ અમદાવાદ વિમાન દુર્ઘટના, 15 પાનાના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
કાંતિ અમૃતિયાનું રાજીનામા સાથે વિધાનસભા પહોંચવાનું એલાન, ગોપાલ ઇટાલીયાને 'ખુલ્લો પડકાર'
કાંતિ અમૃતિયાનું રાજીનામા સાથે વિધાનસભા પહોંચવાનું એલાન, ગોપાલ ઇટાલીયાને 'ખુલ્લો પડકાર', જાણો રાજીનામાની તારીખ અને સમય
'મને ડિલિવરીની તારીખ જણાવો, અમે તેને ઉપાડી લઈશું': સીધીમાં રસ્તાની માંગણી પર ભાજપ સાંસદનો વાહિયાત જવાબ
'મને ડિલિવરીની તારીખ જણાવો, અમે તેને ઉપાડી લઈશું': સીધીમાં રસ્તાની માંગણી પર ભાજપ સાંસદનો વાહિયાત જવાબ
મોહન ભાગવતના 75 વર્ષના નિવેદન પર AAPનો કટાક્ષ: 'હવે RSS પણ ઇચ્છે છે કે PM મોદી.....'
મોહન ભાગવતના 75 વર્ષના નિવેદન પર AAPનો કટાક્ષ: 'હવે RSS પણ ઇચ્છે છે કે PM મોદી.....'
Ahmedabad Rain: અડધી કલાકના વરસાદમાં અમદાવાદ થયું પાણી પાણી, રસ્તા બન્યા તળાવ; વાહનચાલકો પરેશાન
Ahmedabad Rain: અડધી કલાકના વરસાદમાં અમદાવાદ થયું પાણી પાણી, રસ્તા બન્યા તળાવ; વાહનચાલકો પરેશાન
763 મહિલા કંડક્ટર સહિત 2500થી વધુ યુવાઓને સરકારી નોકરી મળી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિમણૂક પત્રો આપ્યા
763 મહિલા કંડક્ટર સહિત 2500થી વધુ યુવાઓને સરકારી નોકરી મળી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિમણૂક પત્રો આપ્યા
બાયોડેટા તૈયાર રાખો! રેલ્વેમાં 50,000થી વધુ નવી ભરતીઓ થવાની છે, જાણો રેલ્વે મંત્રાલયે શું કરી મોટી જાહેરાત
બાયોડેટા તૈયાર રાખો! રેલ્વેમાં 50,000થી વધુ નવી ભરતીઓ થવાની છે, જાણો રેલ્વે મંત્રાલયે શું કરી મોટી જાહેરાત
ટ્રમ્પ ભારત પર 500 ટકા ટેરિફ લાદશે? અમેરિકન સાંસદે કહ્યું - 'રશિયા પાસેથી તેલ ખરીદનારાઓને તો.... '
ટ્રમ્પ ભારત પર 500 ટકા ટેરિફ લાદશે? અમેરિકન સાંસદે કહ્યું - 'રશિયા પાસેથી તેલ ખરીદનારાઓને તો.... '
Embed widget