PBKS vs RR Live Score: પંજાબ કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર, ચાર વિકેટથી જીત મેળવી રાજસ્થાન રેસમાં યથાવત
IPL 2023ની 66મી મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.

Background
PBKS vs RR Live Score IPL 2023: IPL 2023ની 66મી મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. પંજાબ અને દિલ્હીની આ છેલ્લી લીગ મેચ હશે. પંજાબ સામેની છેલ્લી મેચમાં રાજસ્થાનને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ વખતે પરિણામ બદલાઈ શકે છે.
પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ છઠ્ઠા નંબર પર છે. તેણે અત્યાર સુધીમાં 13 મેચ રમી છે અને આ દરમિયાન 6 મેચમાં જીત મેળવી છે. તેને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાનના 12 પોઈન્ટ છે. તેના માટે પ્લેઓફમાં પહોંચવું ઘણું મુશ્કેલ છે. પંજાબે ગત મેચમાં રાજસ્થાનને હરાવ્યું હતું. પરંતુ આ મેચનું પરિણામ અલગ હોઈ શકે છે. આ મેચ માટે સંજુ સેમસનની કેપ્ટન્સીવાળી ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.
સંભવિત પ્લેઇંગ ઇલેવન -
પંજાબ કિંગ્સ: શિખર ધવન (C), પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (WK), સેમ કરન, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, નાથન એલિસ, અર્શદીપ સિંહ
રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (c/wk), જો રૂટ, દેવદત્ત પડિક્કલ/રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ
રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને ચાર વિકેટે હરાવ્યું
રાજસ્થાન રોયલ્સે તેની છેલ્લી લીગ મેચમાં પંજાબ કિંગ્સને ચાર વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે રાજસ્થાનની પ્લેઓફમાં પહોંચવાની આશા અકબંધ છે. પંજાબ કિંગ્સ નિરાશ થયા હતા અને પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા હતા. રાજસ્થાનને જીતવા માટે છેલ્લી ઓવરમાં નવ રનની જરૂર હતી. ધ્રુવ જુરેલ અને બોલ્ટે પ્રથમ ત્રણ બોલમાં ચાર રન બનાવ્યા હતા. આ પછી જુરેલે ચોથા બોલ પર સિક્સર ફટકારીને મેચનો અંત લાવ્યો હતો.
PBKS vs RR લાઇવ સ્કોર: યશસ્વી જયસ્વાલ અડધી સદી ફટકારીઆઉટ
રાજસ્થાન રોયલ્સને 15મી ઓવરમાં ચોથો ઝટકો લાગ્યો હતો. નાથન એલિસે ત્રીજા બોલ પર યશસ્વી જયસ્વાલને આઉટ કર્યો હતો. જયસ્વાલે 36 બોલમાં 50 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. રાજસ્થાને 14.3 ઓવરમાં ચાર વિકેટે 137 રન બનાવ્યા છે.




















