શોધખોળ કરો
Advertisement
એક સ્ટેટમેન્ટના કારણે માનહાનિ કેસમાં ફસાયો દુનિયાનો આ સૌથી ફાસ્ટ બૉલર, જાણો વિગતે
શોએબ અખ્તરના એક વિવાદિત નિવેદન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના કાયદાકીય સલાહકારે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે
રાવલપિંડીઃ પાકિસ્તાન ક્રિકેટની પૂર્વ ફાસ્ટ બૉલર અને દુનિયાના એકમાત્ર ફાસ્ટ બૉલ નાંખનાર બૉલર તરીકે જાણીતા શોએબ અખ્તરને માનહાનિ કેસનો સામવો કરવાનો વારો આવ્યો છે. શોએબ અખ્તર પોતાના બિન્દાસ બોલને લઇને જાણીતો છે, અને ખાસ કરીને પોતાની યુટ્યૂબ ચેનલ પર અલગ અલગ મદ્દાઓ પર પોતાનો ખુલ્લો મત આપે છે. હવે આવા એક નિવેદનને લઇને વિવાદ થયો છે.
શોએબ અખ્તરના એક વિવાદિત નિવેદન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના કાયદાકીય સલાહકારે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
વાત એમ છે કે, તાજેતરમાં જ શોએબ અખ્તરે પોતાની યુટ્યૂબ ચેનલ પર એક વીડિયો પૉસ્ટ કર્યો હતો, જેમાં તે પાકિસ્તાની ક્રિકેટર ઉમર અકમલ પર પીસીબી તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધ વિશે બોલી રહ્યો હતો. આ દરમિયાન તેને પીસીબીના કાયદાકીય સલાહકાર તફઝ્ઝુલ રિઝવીને લઇને એક વિવાદાસ્પદ નિવેદન આપી દીધુ.
અખ્તરે તફઝ્ઝુલ રિઝવીની મજાક ઉડાવી હતી, અને કાયદાકીય અનુભવ પર સવાલો ઉભા કર્યા હતા. તેને કહ્યું બે ટકાની વકીલોને કોઇ નથી ઓળખતુ, તફઝ્ઝુલ રિઝવી પૈસા બનાવે છે, કેસ ગુંચવે છે, અને પછી હારી જાય છે.
અખ્તરના આ વિવાદીત નિવેદન બાદ તફઝ્ઝુલ રિઝવીએ અખ્તર પર કેસ દાખલ કરી દીધો છે. પીસીબીએ પણ અખ્તરના આવા વિવાદિત નિવેદન પર નારાજગી દર્શાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગેજેટ
બિઝનેસ
દેશ
Advertisement