![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
T20 WC 2022: હજુ પણ કઇ-કઇ ટીમો પહોંચી શકે છે સેમિ ફાઇનલમાં, ને કઇ ટીમો થઇ ગઇ રેસમાંથી બહાર, જાણો વિગતે
ટી20 વર્લ્ડકપ 2022 હવે ઝડપથી નેક્સ્ટ સ્ટેજ તરફ આગળ વધી રહ્યો છે. હવે ટીમોની એલિમિનેશન શરૂ થઇ ચૂકી છે.
![T20 WC 2022: હજુ પણ કઇ-કઇ ટીમો પહોંચી શકે છે સેમિ ફાઇનલમાં, ને કઇ ટીમો થઇ ગઇ રેસમાંથી બહાર, જાણો વિગતે points table of t20 wc 2022: know which teams are out and possible scenario semifinal T20 WC 2022: હજુ પણ કઇ-કઇ ટીમો પહોંચી શકે છે સેમિ ફાઇનલમાં, ને કઇ ટીમો થઇ ગઇ રેસમાંથી બહાર, જાણો વિગતે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/03/60db63459574119f6327a6c16901f10a166745393019277_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
T20 WC 2022: ટી20 વર્લ્ડકપ 2022 હવે ઝડપથી નેક્સ્ટ સ્ટેજ તરફ આગળ વધી રહ્યો છે. હવે ટીમોની એલિમિનેશન શરૂ થઇ ચૂકી છે. તમામ 12 ટીમો ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં પહોંચવા માટે કમર કસી રહી છે. હવે તમામ 12 ટીમોની મેચ રોમાંચક થઇ રહી છે. હાલમાં સુપર 12 રાઉન્ડની 12 ટીમોમાંથી 10 ટીમો વચ્ચે એવી જબરદસ્ત લડાઇ ચાલી રહી છે, કે જે હારે તેને સેમિ ફાઇનલની રેસમાંથી બહાર ફેંકાવવુ પડી શકે છે. જાણો અત્યારે કઇ ટીમો થઇ ગઇ છે સેમિ ફાઇનલની રેસમાંથી બહાર ને હજુ કઇ ટીમને છે તક, જાણો તમામ 12 ટીમોની સ્થિતિ.....
ગૃપ -1માંથી ન્યૂઝીલેન્ડની સ્થિતિ સૌથી મજબૂત -
ગૃપ-1માંથી ન્યૂઝીલેન્ડની પાસે સેમિ ફાઇનલમાં પહોંચવા માટે બેસ્ટ મોકો છે. આ ગૃપમાં હાલમાં નંબર વનની પૉઝિશન પર છે. અત્યારે આ ગૃપમાં ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ત્રણેય ટીમો પાસે પાંચ-પાંચ પૉઇન્ટ છે, અને અંતિમ મેચો પર બધાની નજર છે.
જો ન્યૂઝીલેન્ડ આયરલેન્ડની સામે પોતાની છેલ્લી મેચ જીતી લે છે,તો તે સેમિ ફાઇનલમાં પહોંચી જશે. જ્યારે ઓસ્ટ્રેલિયાને અફઘાનિસ્તાન સામેની મેચ મોટા અંતરથી જીતવી પડશે. કેમ કે ઇંગ્લેન્ડ લીગ સ્ટેજની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે. જો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ બન્ને પોતાની છેલ્લી મેચ જીતે તો નેટ રનરેટના આધાર પર એક ટીમ આગળ જશે.
જો શ્રીલંકાએ ઇંગ્લેન્ડને હરાવી દીધુ અને ઓસ્ટ્રેલિયાએ પણ પોતાની મેચ ગુમાવી દીધી, તો શ્રીલંકાની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી જશે. જો ન્યૂઝીલેન્ડ પણ પોતાની મેચ ગુમાવી દે છે, તો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ અને શ્રીલંકા ત્રણેય માટે રસ્તો ખુલી જશે.
ગૃપ -2માંથી ભારત અને દક્ષિણ આફ્રિકા મજબૂત -
ગૃપ 2માંથી ભારતે પોતાની સ્થિતિ ખુબ મજબૂત કરી લીધી છે, ભારતે પોતાની છેલ્લી મેચ જો ઝિમ્બાબ્વે સામે જીતી લે છે, તો ટીમ ઇન્ડિયા સીધી સેમિ ફાઇનલમાં પહોંચી જશે. પરંતુ જો મેચ હારે છે, તો બીજી ટીમોના પરિણામ પર નજર રાખવી પડશે. દક્ષિણ આફ્રિકા જો પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી મેચ જીતી જાય છે, તો પાકિસ્તાનની ટીમ બહાર થઇ જશે, અને ભારતનુ ભારતનુ કામ આસાન થઇ જશે. જો પાકિસ્તાન દક્ષિણ આફ્રિકાને હરાવી દે છે, તો તે પોતાની છેલ્લી મેચ જીતીને પણ સેમિ ફાઇનલમાં પહોંચવાની આશા રાખી શકે છે. આવામાં પાકિસ્તાને ભારત કે દક્ષિણ આફ્રિકાની હારની કામના કરવી પડશે. જો પાકિસ્તાન દક્ષિણ આફ્રિકા સામે હાર્યુ તો દક્ષિણ આફ્રિકા સેમિ ફાઇનલમાં પહોંચી જશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)