Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy 2025:લગભગ 29 વર્ષ પછી પાકિસ્તાનને ICC ટુર્નામેન્ટના યજમાન અધિકાર મળ્યા છે પરંતુ આ ટુર્નામેન્ટ શરૂઆતથી જ વિવાદોથી ઘેરાયેલી રહી છે.

Champions Trophy 2025: પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરી રહ્યું છે. લગભગ 29 વર્ષ પછી પાકિસ્તાનને ICC ટુર્નામેન્ટના યજમાન અધિકાર મળ્યા છે પરંતુ આ ટુર્નામેન્ટ શરૂઆતથી જ વિવાદોથી ઘેરાયેલી રહી છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફી સાથે જોડાયેલો એક નવો વિવાદ સામે આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 100થી વધુ પોલીસકર્મીઓને બરતરફ કરવામાં આવ્યા છે. જો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો આ પોલીસકર્મીઓએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફરજ બજાવવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ 100 થી વધુ પોલીસકર્મીઓને સજા કરવામાં આવી છે.
પંજાબ પ્રાંતમાં 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
પંજાબ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બરતરફ કરાયેલા પોલીસકર્મીઓ વારંવાર ફરજ પરથી ગુમ થયા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત ચેમ્પિયન્સ ટ્રોફીમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓએ ફરજ બજાવવાનો ઇનકાર કર્યો હતો. પંજાબ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ પોલીસકર્મીઓને લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ અને હોટલ વચ્ચે ખેલાડીઓની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે તેમની જવાબદારી નિભાવી ન હતી. જોકે, આ પોલીસકર્મીઓને બરતરફ કરવામાં આવ્યા છે. આ મુદ્દે પંજાબ પોલીસના આઈજીપી ઉસ્માન અનવરે કહ્યું કે અમે આ મામલાની નોંધ લીધી છે.
પોલીસકર્મીઓએ ફરજ બજાવવાનો ઇનકાર કેમ કર્યો?
ઉસ્માન અનવરે વધુમાં કહ્યું કે અમે આ પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવા તૈયાર છીએ. આટલી મોટી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં તમે આવા બાલિશ કૃત્યો ન કરી શકો. જોકે, આ બરતરફ કરાયેલા પોલીસકર્મીઓએ ફરજ બજાવવાનો ઇનકાર કેમ કર્યો? આ અંગે હજુ સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પોલીસકર્મીઓએ લાંબી ડ્યૂટીનો વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડ અને ભારત સામે હાર્યા બાદ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગઈ છે.
ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રીકા મેચ રદ્દ થતા ઈંગ્લેન્ડને લોટરી લાગી ગઈ! આ ટીમને પણ થયો ફાયદો ? સમજો ગણિત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
