બુમરાહની કેપ્ટનશીપમાં પ્લેઇંગ ઇલેવનમાં મોટો ફેરફાર, આ અનુભવી બેટ્સમેનને ઉતારાશે ઓપનિંગ કરવા, જાણો
રિપોર્ટ છે કે બુમરાહની કેપ્ટનશીપમાં ભારત તરફથી ઓપનિંગમાં યુવા બેટ્સમેનની સાથે અનુભવી બેટ્સમેનને ઉતારવાની વાતો સામે આવી છે. બુમરાહ આજની મેચમાં શુભમન ગીલ સાથે અનુભવી ચેતેશ્વર પુજારાને ઓપનિંગમાં ઉતારવામાં આવશે.
India Vs England, India Playing 11: ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે એઝબેસ્ટૉનમાં આજે પાંચમી અને નિર્ણાયક ટેસ્ટ રમાશે. ભારત હાલમાં સીરીઝમાં 2-1 થી આગળ છે અને તેની પાસે 15 વર્ષ બાદ ઇંગ્લેન્ડની ધરતી પર સીરીઝ જીતીને ઇતિહાસ રચવાનો મોકો છે, પરંતુ કેપ્ટન રોહિત શર્માનુ આ ટેસ્ટમાંથી બહાર થવાના કારણે ટીમની કમાન અનુભવી બૉલર જસપ્રીત બુમરાહને સોંપવામાં આવી છે. બુમરાહ સામે સૌથી મોટો પડકાર ઓપનિંગ જોડીને લઇને છે.
ગયા વર્ષે રમાયેલી ચારે ટેસ્ટ મેચોમાં રોહિત શર્માની સાથે કેએલ રાહુલે ભારત તરફથી ઓપનિંગની જવાબદારી સંભાળી હતી, પરંતુ હાલમાં રાહુલ ઇજાના કારણે બહાર છે અને રોહિત શર્મા કોરોના પૉઝિટીવ આવ્યો હોવાથી બન્નેની ગેરહાજરી છે. જોકે, હવે આજની મેચમાં ઓપનિંગ જોડીને લઇને બુમરાહે મોટો પ્લાન બનાવ્યો છે.
રિપોર્ટ છે કે બુમરાહની કેપ્ટનશીપમાં ભારત તરફથી ઓપનિંગમાં યુવા બેટ્સમેનની સાથે અનુભવી બેટ્સમેનને ઉતારવાની વાતો સામે આવી છે. બુમરાહ આજની મેચમાં શુભમન ગીલ સાથે અનુભવી ચેતેશ્વર પુજારાને ઓપનિંગમાં ઉતારવામાં આવશે. બે દિવસ પહેલા ટીમ ઇન્ડિયાના કૉચ રાહુલ દ્રવિડે પ્રેસ કૉન્ફરન્સ કરતા કહ્યું હતુ કે નંબર ત્રણના બેટ્સમેનને ઓપનિંગમાં ઉતારવામાં કોઇ તકલીફ ના થઇ શકે. આના પરથી કહી શકાય છે કે આજે ગીલ અને પુજારાની જોડી ઓપનિંગમાં ઉતરી શકે છે.
આજની ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન -
શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન/શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ (કેપ્ટન), મોહમ્મદ શમી.
આ પણ વાંચો.....
Gujarat Rain: અષાઢી બીજના દિવસે રાજ્યમાં છવાયો વરસાદી માહોલ, ભગવાન જગન્નાથ પર વરુણ દેવના અમી છાંટણા
IND vs ENG Test: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજથી ટેસ્ટ, એજબેસ્ટનમાં ટીમ ઇન્ડિયાનો છે ખરાબ રેકોર્ડ
Vastu Shastra Tips: આ વસ્તુઓનો ઉધાર માંગીને ના કરો ઉપયોગ, નહી તો થશે નુકસાન