શોધખોળ કરો
Advertisement
એડિલેડ ટેસ્ટમાં 36 રન પર ઓલ આઉટ થયા બાદ રવિ શાસ્ત્રીએ ટીમને શું કહ્યું હતું, થયો ખુલાસો
બોર્ડર ગાવસકર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ એડિલેડમાં રમાઈ હતી. આ ટેસ્ટ મેચ ડે નાઈટ હતી અને લગભગ દરેક સેશનમાં ભારતીય ટીમે સારું પ્રદર્સન કર્યું હતું.
ભારતીય ટીમના ફીલ્ડિંગ કોચ આર શ્રીધરે ખુલાસો કર્યો છે કે એડિલેડ ટેસ્ટ મેચમાં 36 રન પર ઓલઆુટ થયા બાદ કોચ રવિ શાસ્ત્રીએ ભારતીય ખેલાડીઓને શું કહ્યું હતું. આર શ્રીધરે કહ્યું કે, રવિ શાસ્ત્રી શું કહીને પ્લેયર્સને મોટિવેટ કર્યા હતા.
બોર્ડર ગાવસકર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ એડિલેડમાં રમાઈ હતી. આ ટેસ્ટ મેચ ડે નાઈટ હતી અને લગભગ દરેક સેશનમાં ભારતીય ટીમે સારું પ્રદર્સન કર્યું હતું. પરંતુ ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં ભારતની બેટિંગ પડીભાંગી હતી અને ટૂમ માત્ર 36 રન પર આઉટ થઈ ગઈ અને ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ભારતના ટેસ્ટ ઈતિહાસનો સૌથી ઓછો સ્કોર હતો.
આ હાર બાદ ટીમનું મનોબળ તૂટી ગયું હતું પરંતુ કોચ રવિ શાસ્ત્રીએ ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું. પીટીઆઈ સાથે વાતચીતમાં આર શ્રીધરે કહ્યું કે, રવિ શાસ્ત્રીએ ખેલાડીઓને સારી રીતે મોટિવેટ કર્યા હતા.
શ્રીધરે કહ્યું કે, 36 રન પર ઓલ આઉટ થયા બાદ તમને નથી ખબર હોતી કે આગળ શું થશે? ત્યાર બાદ રવિ શાસ્ત્રીએ ટીમને કહ્યું કે, આ 36 ઓલઆઉટને એક બેજની જેમ તમારા હાથ પર લગાવી દો અને ત્યાર બાદ તમે એક મહાન ટીમ બની જશો. 40 દિવસ બાદ તેમની આ વાત સાચી સાબિત થઈ.
વિરાટ કોહલીએ પણ એમસીજી ટેસ્ટ માટે આપી હતી મહત્ત્વની સલાહ
આર શ્રીધરે આગળ કહ્યું કે, ભાર રવાના થતા પહેલા નિયમિત કેપ્ટન વિરાટ કોહલીએ પણ ટીમને અનેક મહત્ત્વની સલાહ આપી હતી. આર શ્રીધરે કહ્યું કે, એડિલેડ ટેક્ટ બાદ બે દિવસની અંદર અમે માંચ મીટિંગ કરી હતી. વિરાટ કોહલી, અજિંક્ય રહાણા અને કોચિંગ સ્ટાફે આગળના કોમ્બિનેશન પર ચર્ચા કરી. એમસીજી ટેસ્ટ માટે વિરાટ કોહલીએ અનેક મહત્ત્વના સૂચન કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement