શોધખોળ કરો
Advertisement
IPLમાં ન મળ્યો કોઇ ખરીદદાર, રાજસ્થાન રોયલ્સે આપી મોટી જવાબદારી
2020ની સીઝન માટેની આઇપીએલની હરાજીમાં પણ સોઢીને કોઇ ખરીદદાર મળ્યો નહોતો.
નવી દિલ્હીઃ રાજસ્થાન રોયલ્સે ગુરુવારે ન્યૂઝીલેન્ડના ઇશ સોઢીને ઇન્ડિયન પ્રીમિયર લીગની 2020 સીઝન માટે પોતાનો સ્પિન બોલિંગ માટેનો સલાહકાર બનાવ્યો છે. આઇપીએલ હરાજી અગાઉ ફ્રેન્ચાઇઝીએ તેને રીલિઝ કર્યો હતો. હરાજીમાં પણ સોઢીને કોઇ ખરીદદાર મળ્યો નહોતો. ફ્રેન્ચાઇઝી સાથે આ નવી ભૂમિકામાં 27 વર્ષનો સોઢી બોલિંગ કોચ સાઇરાજ બહુતુલે અને મુખ્ય ઓપરેશન અધિકારી જેક લુશ મૈક્રમ સાથે કામ કરશે.
સોઢીએ આઠ આઇપીએલ મેચમાં રાજસ્થાન રોયલ્સનું પ્રતિનિધિત્વ કર્યું છે અને 6.69ની ઇકોનોમી રેટથી નવ વિકેટ ઝડપી છે. સોઢીએ એક નિવેદનમાં કહ્યું કે, રોયલ્સ માટે બે સીઝન રમ્યા બાદ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા તમામ લોકો સાથે મારો તાલમેલ વધી ગયો છે જે મારા માટે ખૂબ મદદગાર રહ્યો છે.
સોઢીએ કહ્યું કે, રોયલ્સ મેનેજમેન્ટ દ્ધારા આ તકની ઓફર કર્યા બાદ મે ફરીથી વિચાર્યું નથી. સોઢીએ ન્યૂઝીલેન્ડ માટે 40 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 47 વિકેટ ઝડપી છે. તેણે 17 ટેસ્ટ અને 31 વન-ડે રમી છે. ઇશ સોઢીનું પુરુ નામ ઇન્દ્રબીરસિંહ સોઢી છે. સોઢીનો જન્મ ભારતના લુધિયાણામાં 31 ઓક્ટોબર 1992માં થયો હતો.🎵Guess who’s back, back again. Sodhi’s back, tell a friend. 🎵
Say hello to the Royals’ spin consultant, @ish_sodhi 😍#HallaBol #RoyalsFamily pic.twitter.com/oPubLJcXx9 — Rajasthan Royals (@rajasthanroyals) January 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement