MI vs RR: રાજસ્થાને મુંબઈને 23 રનથી હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં ટોપ પર
રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં રાજસ્થાન રોયલ્સની મુંબઈ સામે જીત થઈ છે.
રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં રાજસ્થાન રોયલ્સની મુંબઈ સામે જીત થઈ છે. રાજસ્થાને મુંબઈને 23 રનથી હરાવ્યું છે.
મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. રાજસ્થાને 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 193 રન કર્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 170 રન જ કરી શક્યું હતું. જેથી રાજસ્થાને 23 રનથી આ મેચ જીતી સતત બીજી મેચમાં ટાર્ગેટ ડિફેન્ડ કર્યો છે.
મુંબઈની ઈનિંગમાં સૌથી વધુ સારી પાર્ટનરશિપ યુવા બેટર ઈશાન કિશન અને તિલક વર્મા વચ્ચે થઈ હતી. આ બંને એ ત્રીજી વિકેટ માટે 54 બોલમાં 81 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. આ દરમિયાન તિલક વર્માએ 33 બોલમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારી 61 રન કર્યા હતા. જ્યારે ઈશાન કિશને 43 બોલમાં 54 રન કરી આઉટ થયો હતો.
રાજસ્થાનની પ્રથમ 2 વિકેટ 48 રનની અંદર પડી હતી. જોકે ત્યારપછી જોસ બટલર અને કેપ્ટન સંજુ સેમસને રોયલ્સની ઈનિંગ સંભાળી હતી. તેમણે ત્રીજી વિકેટ માટે 50 બોલમાં 82 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. જોસ બટલરે 66 બોલમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગાની સહાયથી IPL 2022ની પહેલી સદી ફટકારી હતી. જોકે ત્યારપછી જસપ્રીત બુમરાહે તેને 19મી ઓવરમાં આઉટ કર્યો હતો.
રાજસ્થાન તરફથી બટલર અને યશસ્વી ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન યશસ્વી માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે તે પછી તરત જ દેવદત્ત પડિકલ 7 રનના સ્કોર પર આઉટ થયો હતો. દેવદત્તને ટાઇમલ મિલ્સે આઉટ કર્યો હતો અને તેનો કેચ રોહિતે ઝડપ્યો હતો. આ કેચ ઝડપીને રોહિતે T20 મેચમાં પોતાના 150 કેચ પૂરા કર્યા છે. 150થી વધુ કેચ કરનાર તે ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે. રોહિત પહેલા ત્રણ ભારતીય ખેલાડીઓએ 150થી વધુ કેચ ઝડપ્યા છે.
ટી20 મેચમાં સૌથી વધુ કેચ લેવાના રેકોર્ડમાં ભારતીય ખેલાડીઓની યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની પ્રથમ સ્થાન પર છે. ધોનીએ 200 કેચ પકડ્યા છે. જ્યારે દિનેશ કાર્તિક બીજા સ્થાને છે. કાર્તિકે 192 કેચ પકડ્યા છે. ત્રીજા ક્રમે સુરેશ રૈનાએ 172 કેચ લીધા છે. આ સાથે જ મુંબઈનો કેપ્ટન રોહિત ચોથા સ્થાન પર આવી ગયો છે. રોહિતે 150 કેચ પકડ્યા છે.