RR 2023 Retention: રાજસ્થાન રોયલ્સે જિમ્મી નીશમ સહિત આ ખેલાડીઓને કર્યા રિલીઝ, અહીં જુઓ ફાઈનલ લિસ્ટ
IPL ઓક્શન 2023 પહેલા રાજસ્થાન રોયલ્સે 9 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. તે જ સમયે, IPL 2022 ના રનર અપે તેના 16 ખેલાડીઓને જાળવી રાખ્યા છે.
IPL 2023 Retention, Rajasthan Royals: IPL ઓક્શન 2023 પહેલા રાજસ્થાન રોયલ્સે 9 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. તે જ સમયે, IPL 2022 ના રનર અપે તેના 16 ખેલાડીઓને જાળવી રાખ્યા છે. ન્યુઝીલેન્ડના ડેરીલ મિશેલ અને જિમ્મી નીશમ જેવા ખેલાડીઓને રાજસ્થાન રોયલ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યા છે. ખરેખર, IPL ઓક્શન 2023 23 ડિસેમ્બરે કોચીમાં યોજાવાની છે. અગાઉ, તમામ ટીમોએ 15 નવેમ્બર સુધીમાં BCCIને તેમના રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની અંતિમ યાદી આપવાની હતી.
રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીઓને કર્યા રીટેન
અનુનય સિંઘ, કોર્બીન બોશ, ડેરીલ મિશેલ, જેમ્સ નીશમ, કરુણ નાયર, નાથન કુલ્ટર-નાઈલ, રસી વાન ડેર ડુસેન, શુભમ ગઢવાલ, તેજસ બરોકા
રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીઓને કર્યા રિલીઝ
સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, દેવદત્ત પડિક્કલ, જોસ બટલર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, પ્રશાંત કૃષ્ણ, ટ્રેન્ટ બોલ્ટ, ઓબેદ મેકકોય, નવદીપ સૈની, કુલદીપ સેન, કુલદીપ યાદવ, રવિ અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, કેસી ચહલ.
હરાજીમાં રાજસ્થાન રોયલ્સ પાસે 13.2 કરોડ રૂપિયા હશે
તે જ સમયે, રાજસ્થાન રોયલ્સે કોઈપણ ખેલાડીને ટ્રેડ નથી કર્યા. IPL ઓક્શન 2023માં રાજસ્થાન રોયલ્સની ટીમ ખેલાડીઓ પર 13.2 કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. એટલે કે રાજસ્થાન રોયલ્સ પાસે 13.2 કરોડ રૂપિયા પર્સમાં બાકી છે. આ સિવાય આ ટીમ IPL ઓક્શન 2023માં 4 વિદેશી ખેલાડીઓને ખરીદી શકે છે. નોંધનીય છે કે કોચીમાં 23 ડિસેમ્બરે હરાજી થશે. આ પહેલા આ ટીમે IPL 2022માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે, ફાઈનલ મેચમાં રાજસ્થાન રોયલ્સને ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઇ ઇન્ડિયન્સે 13 ખેલાડીઓને કર્યા રીલિઝ
હરાજી પહેલા મુંબઈએ ટીમમાંથી કુલ 13 ખેલાડીઓને બહાર કર્યા છે અને હવે હરાજીમાં તેઓ સંપૂર્ણ ધ્યાન નવી ટીમ બનાવવા પર રહેશે. મુંબઈની હરાજીમાં 20.55 કરોડ રૂપિયા બાકી છે. મુંબઈએ તેના સૌથી અનુભવી ખેલાડીઓમાંના એક કિરોન પોલાર્ડને પણ મુક્ત કર્યો છે. મુંબઈ દ્ધારા કયા ખેલાડીઓને રિલીઝ કરવામાં આવ્યા અને કયા ખેલાડીઓ હજુ પણ ટીમમાં છે.
કિરોન પોલાર્ડ, અનમોલપ્રીત સિંઘ, આર્યન જુયાલ, બેસિલ થમ્પી, ડેનિયલ સૈમ્સ, ફેબિયન એલન, જયદેવ ઉનડકટ, મયંક માર્કન્ડે, મુરુગન અશ્વિન, રાહુલ બુદ્ધિ, રાઇલી મેરેડિથ, સંજય યાદવ અને ટાઇમલ મિલ્સ.