ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ચોથી ટી20, જાણો રાજકોટની પીચ કોને કરશે મદદ ?
અહીં ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં બે વાર બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ જીતી છે. આવામાં ટૉસ જીતીને પહેલી બૉલિંગ કરવાનો ઓપ્શન પસંદ કરી શકે છે.
IND vs SA 4th T20: રાજકોટ (Rajkot)ના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં આજે (17 જૂન) સાંજે 7 વાગે ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA)ની ટીમો આમને સામને ટકરાશે. પાંચ મેચોની ટી20 સીરીઝની આ ચોથી મેચ હશે. ભારતીય ટીમ (Team India) માટે આ મેચ ગઇ મેચની જીત જીતવી ખુબ જરૂરી છે. આજે ઋષભ પંત માટે કરો યા મરોની ટક્કર બની રહેશે. દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ બે મેચો જીતીને સીરીઝમાં પહેલાથી 2-1ની લીડ બનાવી ચૂકી છે. દક્ષિણ આફ્રિકા ટીમ આજની મેચ જીતીને સીરીઝ કબજે કરવાની કોશિશ કરશે, તો વળી ટીમ ઇન્ડિયાની નજર મેચ જીતીને સીરીઝ બરાબરી પર રહેશે.
રાજકોટીની પીચ કોણે કરશે મદદ -
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની પીચની વાત કરીએ તો અહીં અત્યાર સુધી માત્ર ત્રણ ટી20 મેચો જ રમાઇ છે, અને આ ત્રણેય ટી20 મેચોમાં રનોનો વરસાદ થયો છે, અહીં 200 રનોનો લક્ષ્ય પણ ચેજ થઇ ચૂક્યો છે, એટલે કે પીચ બેટ્સમેનો માટે ખુબ મદદરૂપ રહી છે. આવામાં આજે આ મેચમાં પણ રનોના ઢગલા થવાની સંભાવના છે.
ટૉલની ભૂમિકા -
અહીં ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં બે વાર બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ જીતી છે. આવામાં ટૉસ જીતીને પહેલી બૉલિંગ કરવાનો ઓપ્શન પસંદ કરી શકે છે.
આ પણ વાંચો....
Air Force Agniveer: ભારતીય વાયુસેનામાં જલ્દી જ થશે અગ્નિવીરોની ભરતી, IAFએ જાહેર કર્યા FAQs
આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં ભારે વરસાદ પડશે
India Corona Cases Today: ભારતમાં કોરોના વકર્યો, એક્ટિવ કેસ 63 હજારને પાર
નીતિન ગડકરીએ 500 રૂપિયા કમાવવા માટેની જોરદાર સ્કીમ જણાવી, બસ કરવું પડશે આ કામ!