ISPLમાં 'નાટુ-નાટુ' ગીત પર રામ ચરણ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા સચિન,અક્ષય કુમાર અને સૂર્યકુમાર, જુઓ મજેદાર વીડિયો
ISPL 2024 Viral Video: શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાને જામનગરમાં રાધિકા-અનંતના પ્રી-વેડિંગમાં 'નાટુ-નાટુ' ગીત પર રામ ચરણ સાથે પરફોર્મ કર્યું હતું. હવે આ ગીતનો ક્રેઝ ISPL એટલે કે ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં પણ જોવા મળ્યો હતો.
ISPL 2024 Viral Video: શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાને જામનગરમાં રાધિકા-અનંતના પ્રી-વેડિંગમાં 'નાટુ-નાટુ' ગીત પર રામ ચરણ સાથે પરફોર્મ કર્યું હતું. હવે આ ગીતનો ક્રેઝ ISPL એટલે કે ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં પણ જોવા મળ્યો હતો. મુંબઈમાં આયોજિત ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગના શરૂઆતના દિવસે, રામ ચરણ તેના કેટલાક સેલિબ્રિટી મિત્રો સાથે 'RRR' ના ગીત 'નાટુ-નાટુ' પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો.
Sachin, Ram Charan, Suriya, Akshay Kumar doing the "Naatu Naatu" step in the inaugural function of ISPL. 🔥pic.twitter.com/d6YORP0JL8
— Johns. (@CricCrazyJohns) March 6, 2024
ફિલ્મ RRRના સુપરહિટ ગીત 'નાટુ-નાટુ'ને ઓસ્કાર મળ્યો છે. આ ગીતે આખી દુનિયામાં ધૂમ મચાવી છે અને ભારતમાં પણ તેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં બોલિવૂડ સ્ટાર્સ અને ક્રિકેટર્સ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
ISPLમાં 'નાટુ-નાટુ'નો ક્રેઝ જોવા મળ્યો
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અક્ષય કુમાર, રામ ચરણ, સચિન તેંડુલકર અને સૂર્યા 'નાટુ-નાટુ' સ્ટેપ પર સાથે ડાન્સ કરી રહ્યાં છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો ISPLના ઓપનિંગ દરમિયાન બનાવવામાં આવ્યો હતો અને હવે તે વાયરલ થઈ રહ્યો છે. 'નાટુ-નાટુ'નો ક્રેઝ હજુ પણ સ્ટાર્સમાં જોવા મળે છે અને કેમ નહીં, આ ગીતે ભારતને ગૌરવ અપાવ્યું છે.
આ ટુર્નામેન્ટમાં 15 માર્ચે ફાઈનલ યોજાશે
ભારતમાં ક્રિકેટ ટુર્નામેન્ટનો ઘણો ક્રેઝ છે. આઈપીએલ 2024 આ મહિનાની 22 તારીખથી શરૂ થઈ રહી છે. પરંતુ તે પહેલા 6 માર્ચથી ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ શરૂ થઈ રહી છે. ટેનિસ બોલ સાથે 10 ઓવરના ફોર્મેટમાં રમાતી આ ટુર્નામેન્ટમાં 15 માર્ચે ફાઈનલ યોજાશે. આ ટુર્નામેન્ટની શરૂઆત પ્રદર્શન મેચથી થશે. 6 માર્ચથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં અભિનેતાઓ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો પણ જોવા મળ્યા હતા.
આ ટૂર્નામેન્ટની આ પ્રારંભિક સિઝન છે જેમાં 6 ટીમોએ ભાગ લીધો છે. તમામ મેચ થાણેના દાદોજી કોંડદેવ સ્ટેડિયમમાં રમાશે. ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ 6 માર્ચથી શરૂ થઈ છે અને તેની ફાઈનલ મેચ 15 માર્ચે યોજાશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 18 મેચો રમાશે.