Most Test Wicket: ટેસ્ટ ક્રિકેટમાં 10 સૌથી વધુ વિકેટો લેનારા બૉલરો, લિસ્ટમાં છે બે ભારતીયો
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટો ઝડપવાના મામલામાં શ્રીલંકાના મુથૈયા મુરલીધરનનુ નામ ટૉપ પર છે, તેને આ ફોર્મેટમાં સૌથી વધુ 800 વિકેટો ઝડપી છે,
Test Bowling Records: ટેસ્ટ ક્રિકેટ દુનિયામાં ક્રિકેટનું સૌથી જુનુ અને મજબૂત ફોર્મેટ છે, આ ફોર્મેટમાં તમામ બેટ્સમેનો અને બૉલરો પોતાના કીર્તિમાન સ્થાપિત કરવા માટે તમામ પ્રયાસો કરે છે. બૉલિંગ, બેટિંગથી લઇને ફિલ્ડિંગમાં આ ફોર્મેટમાં મોટાભાગના રેકોર્ડ સીનિયર્સ ખેલાડીઓના નામે રહ્યાં છે, આ ફોર્મેટમાં લાંબા સમય સુધી રમ્ય બાદ જ કોઇ કીર્તિમાન સ્થાપિત કરી શકાય છે. તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટો લેવાના મામલામાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર અને અનુભવી સ્પીનર નાથન લિયૉનનુ નામ જોડાઇ ગયુ છે. નાથન લિયૉન ટૉપ 10 બેસ્ટ ટેસ્ટ બૉલરોમાં સામેલ થઇ ગયો છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટો ઝડપવાના મામલામાં શ્રીલંકાના મુથૈયા મુરલીધરનનુ નામ ટૉપ પર છે, તેને આ ફોર્મેટમાં સૌથી વધુ 800 વિકેટો ઝડપી છે, અને તેની આસપાસ હાલમાં કોઇ બૉલર નથી, જે તેનો રેકોર્ડ તોડી શકે. વિકેટ લેનારા ટૉપ 10 બૉલરોમાં ભારતીય ટીમના બે બૉલરો સામેલ છે, અને બન્ને સ્પીનર્સ છે. જુઓ લિસ્ટ....
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટે લેનારા ટૉપ 10 બૉલરો -
મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) - 800 વિકેટો
શેન વૉર્ન (ઓસ્ટ્રેલિયા) - 708 વિકેટો
જેમ્સ એન્ડરસન (ઇંગ્લેન્ડ) - 668 વિકેટો
અનિલ કુંમ્બલે (ભારત) - 619 વિકેટો
સ્ટુઅર્ટ બ્રૉડ (ઇંગ્લેન્ડ) - 566 વિકેટો
ગ્લેન મેક્ગ્રા (ઓસ્ટ્રેલિયા) - 563 વિકેટો
કર્ટની વૉલ્શ (વેસ્ટ ઇન્ડિઝ) - 519 વિકેટો
નાથન લિયૉન (ઓસ્ટ્રેલિયા) - 446 વિકેટો
રવિચંદ્રન અશ્વિન (ભારત) - 442 વિકેટો
ડેલ સ્ટેન (દક્ષિણ આફ્રિકા) - 439 વિકેટો
Nathan Lyon Bowling Records: ઓસ્ટ્રેલિયા ટીમના દિગ્ગજ સ્પિનર નાથન લિયૉને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં કમાલની બૉલિંગ કરતાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. લિયૉને દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બૉલ ડેલ સ્ટેન અને ભારતના દિગ્ગજ સ્પીનર રવિચંદ્રન અશ્વિનને પછાડીને ટેસ્ટ ક્રિકેટમાં આઠમો સૌથી વધુ વિકેટ લેવારો બૉલર બની ગયો છે.
નાથન લિયૉને પછાડ્યો અશ્વિનને -
ઓસ્ટ્રેલિયન સ્પીનર નાથન લિયૉને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટની બીજી ઇનિંગમાં કાયલ મેયરને આઉટ કરતા જ અશ્વિનને પછાડી દીધો. હવે તેના નામે 446 ટેસ્ટ વિકેટો થઇ ગઇ છે. વળી, અશ્વિનના નામે 442 ટેસ્ટ વિકેટો છે. આ ખાસ રેકોર્ડની સાથે જ નાથન લિયૉન હવે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આઠમો સૌથી વધુ વિકેટ લેનારો બૉલર બની ગયો છે. નાથન લિયૉનએ ખાસ ઉપલબ્ધિ પોતાની 111મી ટેસ્ટમાં હાસલ કરી છે. વળી, અશ્વિન ભારત માટે અત્યારે 86 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે, જેમાં તેને 442 બેટ્સમેનોનો શિકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે નાથન લિયૉન ઓસ્ટ્રેલિયન ટીમમાં હાલના સમયમાં સૌથી અનુભવી સ્પીનર છે. તે ઓસ્ટ્રેલિયન ટીમ માટે કેટલીય વાર મેચ જીતાઉ બૉલિંગ કરી ચૂક્યો છે.
અશ્વિન ફરીથી નીકળી શકે છે નાથન લિયૉનથી આગળ -
જોકે, ભારતના દિગ્ગજ સ્પીનર રવિચંદ્રન અશ્વિનની પાસે હજુ પણ નાથન લિયૉનને પાછળ પાડવાનો બેસ્ટ મોકો છે. ખરેખરમાં, અશ્વિન બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી આગામી બે ટેસ્ટ મેચોની સીરીઝમાં આ કમાલ ફરી કરી શકે છે. તે નાથન લિયૉનને ફરીથી પાછળ પાડી શકે છે.