Ashwin Corona Positive: ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયા પર કોરોના એટેક, આ સ્ટાર ખેલાડી આવ્યો ઝપેટમાં
IND vs ENG: ભારતીય ટીમ આ દિવસોમાં એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચોની શ્રેણી માટે ઈંગ્લેન્ડના પ્રવાસે છે. આ
IND vs ENG: ભારતીય ટીમ આ દિવસોમાં એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચોની શ્રેણી માટે ઈંગ્લેન્ડના પ્રવાસે છે. આ દરમિયાન ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, સિનિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આવી સ્થિતિમાં હવે અશ્વિન સાથી ખેલાડીઓ સાથે યુનાઇટેડ કિંગડમ માટે રવાના થઈ શકશે નહીં. તે 'પાંચમી ટેસ્ટ' રમશે કે નહીં તેના પર શંકા યથાવત્ છે. તે હાલમાં ક્વોરેન્ટાઇનમાં છે અને પ્રોટોકોલની તમામ આવશ્યકતાઓને પૂર્ણ કર્યા પછી જ ટીમમાં જોડાશે.
જલ્દી ઠીક થઈ શકે છે
બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર અશ્વિન ટીમ સાથે યુકે ગયો નથી. જતા પહેલા તેમનો કોવિડ-19 ટેસ્ટ થયો હતો જેમાં તે સંક્રમિત જોવા મળ્યો હતો. સૂત્રોના કહેવા મુજબ 1 જુલાઈથી શરૂ થનારી ટેસ્ટ મેચ પહેલા સ્વસ્થ થઈ જશે.
આ ખેલાડીઓ પણ પહોંચ્યા હતા
કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા, ઋષભ પંત અને શ્રેયસ અય્યર સિવાય અન્ય તમામ ખેલાડીઓ 16 જૂને લંડન પહોંચ્યા હતા. આ પછી હિટમેન 18 જૂને લંડન પહોંચ્યો હતો. હવે તમામ ખેલાડીઓ લેસ્ટર પહોંચી ગયા છે. અહીં ટીમ ઈન્ડિયા 24 જૂનથી કાઉન્ટી ટીમ લેસ્ટર સામે ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે. તે જ સમયે, આફ્રિકા શ્રેણી સમાપ્ત થયા પછી, કોચ દ્રવિડ, શ્રેયસ અય્યર અને ઋષભ પંત સોમવારે લેસ્ટર પહોંચ્યા છે.
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારા, ઋષભ પંત (વિકેટમેન), કેએસ ભરત (વિકેટકીન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, ફેમસ ક્રિષ્ના.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોના કેસમાં મોટ ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમા 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા સતત પાંચ દિવસે 12 હજારથી વધારે કેસ નોંધાયા હતા.. છેલ્લા 24 કલાકમાં 9,923 નવા કેસ અને 17 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 79 હજારને પાર થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.55 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 79,313 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,890 પર પહોંચ્યો છે. દેશમાં 4,27,15,193 લોકો કોરોના સામેજંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 196,32,43,003 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે 13,00,024 ડોઝ આપવામાં આવ્યા હતા.