IND vs WI: રવિંદ્ર જાડેજાએ કર્યો કમાલ, મહેંદ્ર સિંહ ધોનીનો 'મહા રેકોર્ડ' તોડી ઈતિહાસ રચ્યો
રવિન્દ્ર જાડેજાએ વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર અડધી સદી ફટકારી મહેન્દ્ર સિંહ ધોનીનો છગ્ગાનો રેકોર્ડ તોડ્યો.

Ravindra Jadeja Break MS Dhoni Most Test Sixes For India: રવિન્દ્ર જાડેજાએ વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર અડધી સદી ફટકારી મહેન્દ્ર સિંહ ધોનીનો છગ્ગાનો રેકોર્ડ તોડ્યો. ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ અમદાવાદ ટેસ્ટના બીજા દિવસે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે બેટિંગ કરતા રવિંદ્ર જાડેજાએ ચાર છગ્ગા ફટકાર્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીના 78 છગ્ગાના રેકોર્ડને તોડી નાખ્યો હતો. જાડેજાએ હવે ટેસ્ટ ક્રિકેટમાં 79 થી વધુ છગ્ગા ફટકાર્યા છે. રવિંદ્ર જાડેજાએ અમદાવાદમાં આ મોટો રેકોર્ડ બનાવ્યો છે.
Making his way up in a special club 📈
— BCCI (@BCCI) October 3, 2025
Another milestone for Ravindra Jadeja! 💪 #TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @imjadeja pic.twitter.com/eeacFAFkrz
ભારતીય બેટ્સમેનોમાં, ફક્ત વીરેન્દ્ર સેહવાગ (91), ઋષભ પંત (90) અને રોહિત શર્મા (88) જ રવિંદ્ર જાડેજાથી આગળ છે. આ જાડેજાનો છેલ્લી નવ ટેસ્ટ ઇનિંગ્સમાં સાતમો 50 થી વધુનો સ્કોર છે.
ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે વિશ્વભરમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે, તેમણે 179 ઇનિંગ્સમાં કુલ 136 છગ્ગા ફટકાર્યા છે. તેમના પછી ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ (176 ઇનિંગ્સમાં 107 છગ્ગા) અને ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ (137 ઇનિંગ્સમાં 100 છગ્ગા) છે.
કેપ્ટન શુભમન ગિલ (100 બોલમાં 50 રન) અને લોકેશ રાહુલ (197 બોલમાં 100 રન) પોતાના વ્યક્તિગત સિદ્ધિઓ હાંસલ કર્યા પછી તરત જ આઉટ થઈ ગયા. બીજા સત્રની શરૂઆતની ઓવરમાં રાહુલના આઉટ થયા પછી જુરેલે ભારતીય ઇનિંગ્સની પહેલી સિક્સર ફટકારી હતી. તેના થોડા સમય પછી રવિંદ્ર જાડેજાએ જોમેલ વોરિકન સામે બે સિક્સર ફટકારીને પોતાની આક્રમકતા રમત દર્શાવી હતી.
કેએલ રાહુલની 11મી ટેસ્ટ સદી
જુરેલે તેની બીજી ટેસ્ટ અડધી સદીમાં 126 બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા જ્યારે અનુભવી જાડેજાએ તેની 81 બોલની ઇનિંગ્સમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. દિવસની શરૂઆતમાં, લોકેશ રાહુલ (100) એ તેની બીજી ટેસ્ટ સદી અને તેની કારકિર્દીની 11મી સદી ફટકારી છે. અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટની પહેલી ઇનિંગમાં કેએલ રાહુલે સદી ફટકારી હતી, ત્યારબાદ તેણે સીટી વગાડીને અનોખી ઉજવણી કરી હતી. આ રાહુલની 11મી ટેસ્ટ સદી હતી અને ભારતમાં તેની બીજી સદી હતી.




















