(Source: ECI/ABP News/ABP Majha)
RCB vs CSK Score: ચેન્નઈ સુપર કિંગ્સે બેંગ્લુરુને 8 રનથી હરાવ્યું, ડુપ્લેસીસ અને મેક્સવેલની ઈનિંગ્સ બેકાર
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી આમને સામને ટકરાશે. આજે IPLમાં ચેન્નઈ અને બેંગ્લુરુ વચ્ચે મુકાબલો છે.
LIVE
Background
RCB vs CSK, IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી આમને સામને ટકરાશે. આજે IPLમાં ચેન્નઈ અને બેંગ્લુરુ વચ્ચે મુકાબલો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ બંને દિગ્ગજો પર પોતપોતાની ટીમોને પૉઈન્ટ ટેબલમાં ઉપર લાવવાની જવાબદારી હશે. અત્યારે ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર પૉઈન્ટ ટેબલમાં ટૉપ-5માંથી બહાર છે. આ બંને ટીમોએ આ સિઝનમાં ચાર-ચાર મેચ રમી છે જેમાં બે-બે મેચ જીતી ચૂકી છે, અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે.
IPLની આ સિઝનમાં CSKની શરૂઆત હાર સાથે થઈ હતી, જોકે આ પછી ટીમે બે મેચ બેક ટૂ બેક જીતી અને પછી ચોથી મેચમાં આ ટીમને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો. બીજીબાજુ આરસીબીએ આ સિઝનની શરૂઆત જીત સાથે કરી હતી પરંતુ પછીની બે મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી મેચમાં આ ટીમ ફરીથી જીતના ટ્રેક પર આવી હતી.
CSK અને RCB ભલે પૉઈન્ટ ટેબલમાં તળિયે હોય પરંતુ આ બંને ટીમ દરેક મેચ સાથે મજબૂત થઈ રહી છે. આ ટીમોના ખેલાડીઓ મેચથી ફૉર્મમાં આવી રહ્યાં છે.
ચેન્નઈએ રોમાંચક મેચમાં બેંગ્લુરુને 8 રનથી હરાવ્યું
ચેન્નઈ સુપર કિંગ્સે રોમાંચક મેચમાં બેંગ્લુરુને આઠ રનથી હરાવ્યું. આ સિઝનમાં તેની ત્રીજી જીત છે. ચેન્નાઈના હવે પાંચ મેચમાં છ પોઈન્ટ છે. આ સાથે જ RCBની આ ત્રીજી હાર છે. તેમાં માત્ર ચાર અંક છે. આરસીબીને જીતવા માટે છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી. પ્રભુદેસાઈ અને વનિન્દુ હસરંગા ટીમને જીત અપાવી શક્યા ન હતા. પ્રભુદેસાઈએ છગ્ગો ફટકારીને આશા જગાવી પરંતુ તે હસરંગા સાથે માત્ર 10 રન જ ઉમેરી શક્યો. પ્રભુદેસાઈ પણ છેલ્લા બોલ પર આઉટ થયો હતો.
દિનેશ કાર્તિક આઉટ
ચેન્નાઈ સુપર કિંગ્સને 17મી ઓવરના પાંચમા બોલ પર પાંચમી સફળતા મળી હતી. દિનેશ કાર્તિક આઉટ થયો છે. કાર્તિકે ઝડપથી 14 બોલમાં 28 રન બનાવ્યા હતા.
ડુપ્લેસિસ 33 બોલમાં 62 રન બનાવી આઉટ
બેંગ્લુરુની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ડુપ્લેસિસ 33 બોલમાં 62 રન બનાવી આઉટ થયો છે. બેંગ્લુરુ ટીમનો સ્કોર 150 રનને પાર પહોંચી ગયો છે.
આરસીબીને વધુ એક ઝટકો લાગ્યો
તુષાર દેશપાંડેએ આરસીબીને બીજો ઝટકો આપ્યો હતો. તેણે બીજી ઓવરના છેલ્લા બોલ પર મહિપાલ લોમરોરને આઉટ કર્યો. લોમરોર પાંચ બોલનો સામનો કર્યા પછી ખાતું ખોલાવી શક્યો નહોતો. આરસીબીએ બે ઓવરમાં બે વિકેટે 15 રન બનાવ્યા છે. ગ્લેન મેક્સવેલ ફાફ ડુપ્લેસીસ ક્રિઝ પર છે.
આરસીબીને 227 રનનો ટાર્ગેટ મળ્યો
ચેન્નાઈ સુપર કિંગ્સે બેંગ્લુરુને 227 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. 20 ઓવરમાં છ વિકેટે 226 રન બનાવ્યા હતા. ચેન્નઈ માટે ડેવોન કોનવે અને શિવમ દુબેએ વિસ્ફોટક અડધી સદી ફટકારી હતી.