RCB vs DC : ભરતે છેલ્લા બોલ પર સિક્સ ફટકારી બેંગ્લુરુને મેચ જીતાડી
IPL 2021 RCB vs DC Score LIVE: IPL 2021 ના લીગ રાઉન્ડની છેલ્લી બે મેચ આજે રમાઈ હતી. બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore)ની જીત થઈ છે.
LIVE
Background
IPL 2021 RCB vs DC Score LIVE: IPL 2021 ના લીગ રાઉન્ડની છેલ્લી બે મેચ આજે રમાઈ હતી. મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર થયું છે. બીજી મેચમાં બેંગ્લુરુએ દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હાર આપી છે.
બેંગ્લુરુએ મેચ 7 વિકેટથી જીતી
આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ (RCB) આ મેચ 7 વિકેટથી જીતી લીધી છે. કોહલીએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 164 રન કર્યા હતા. 165 રનના ટાર્ગેટ ચેઝ કરવા બેંગ્લુરુના ભરત અને મેક્સવેલે શાનદાર ઈનિંગ રમી હતી. શ્રીકર ભરતે છેલ્લા બોલ પર સિક્સ મારી RCB ટીમને 7 વિકેટથી મેચ જીતાડી દીધી હતી.
રાજસ્થાન રોયલ્સને જીત માટે 165 રનનો લક્ષ્યાંક
રાજસ્થાનને જીત માટે 165 રનનો લક્ષ્યાંક
દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને જીત માટે 165 રનનો લક્ષ્યાંક આપ્યો છે. દિલ્હી તરફથી પૃથ્વી શોએ 48 રન અને શિખર ધવને 43 રનની ઈનિંગ રમી હતી. બેંગ્લુરુ તરફથી મોહમ્મદ સિરાજે 2 વિકેટ ઝડપી હતી.
શિખર ધવન અને પૃથ્વી શો રમતમાં
RCB ના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીના શિખર ધવન અને પૃથ્વી શોની ઓપનિંગ જોડીએ શાનદાર શરુઆત કરી છે. શિખર ધવન 42 રને રમતમાં છે.