RCB-W vs GG-W: રોમાંચક મેચમાં ગુજરાત જાયન્ટ્સનો 11 રનથી વિજય, RCB ની હારની હેટ્રિક
RCB-W vs GG-W, WPL 2023 LIVE Score: આ મેચમાં કઇ ટીમ જીતની મુખ્ય દાવેદાર છે તેનો અંદાજ લગાવવો ઘણો મુશ્કેલ છે. અત્યાર સુધી બંને ટીમો પોતાની બંને મેચ હારી છે.
LIVE
Background
RCB-W vs GG-W 2023: વિમેન્સ પ્રીમિયર લીગની છઠ્ઠી મેચ આજે (8 માર્ચ) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. આ મેચ થકી બંને ટીમો પોતાની પ્રથમ જીત મેળવવા પર નજર રાખશે. હજુ સુધી બંને ટીમોનું ખાતું ખુલ્યું નથી. બંને ટીમો અત્યાર સુધી 2-2 મેચ રમી છે.
ગુજરાત જાયન્ટ્સ ટુર્નામેન્ટની પ્રથમ મેચ હારી ગઈ હતી
વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે 143 રને શાનદાર જીત મેળવી હતી. આ પછી ગુજરાત તેની બીજી મેચ યુપી વોરિયર્સ સામે 3 વિકેટે હારી ગયું હતું. હવે ટીમ આજે RCB સામે ત્રીજી મેચ રમશે.
મેચની આગાહી
આ મેચમાં કઇ ટીમ જીતની મુખ્ય દાવેદાર છે તેનો અંદાજ લગાવવો ઘણો મુશ્કેલ છે. અત્યાર સુધી બંને ટીમો પોતાની બંને મેચ હારી છે. બીજી તરફ ટીમના દૃષ્ટિકોણથી આ મેચમાં આરસીબીની જીત લગભગ નિશ્ચિત લાગી રહી છે. ગુજરાત જાયન્ટ્સની સરખામણીમાં RCBના બેટિંગ અને બોલિંગ બંને વિભાગ ખૂબ જ મજબૂત છે.
આરસીબી જીતના ઈરાદા સાથે ઉતરશે
આ મેચમાં RCB ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત નોંધાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેની પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ સામે 60 રનથી હારી ગઈ હતી. આ પછી ટીમને મુંબઈ સામે 9 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. સ્મૃતિ મંધાના, એલિસા પેરી, હીથર નાઈટ જેવી ઘણી સ્ટાર ખેલાડીઓ આરસીબીમાં હાજર છે. આ પછી પણ ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.
લાઈવ ક્યાં જોઈ શકો છો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વુમન અને ગુજરાત જાયન્ટ્સ વુમન વચ્ચેની આ મેચનું ટીવી પર સ્પોર્ટ્સ 18 નેટવર્ક દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. તે જ સમયે, આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ્લિકેશન અને વેબસાઇટ પર મફતમાં કરવામાં આવશે.
આવી હોઈ શકે છે સંભવિત પ્લેઈંગ ઈલેવન
આરસીબી મહિલા - સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડેવાઇન, એલિસ પેરી, દિશા કેસેટ, રિચા ઘોષ (વિકેટકીપર), હીથર નાઈટ, કનિકા આહુજા, મેગન શુટ, શ્રેયંકા પાટિલ, પ્રીતિ બોઝ, રેણુકા ઠાકુર સિંહ.
ગુજરાત જાયન્ટ્સ - સબીનેની મેઘના, હરલીન દેઓલ, એશ્લે ગાર્ડનર, સોફિયા ડંકલી, એનાબેલ સધરલેન્ડ, કિમ ગાર્થ, સુષ્મા વર્મા (wk), દયાલન હેમલતા, સ્નેહ રાણા (c), તનુજા કંવર, માનસી જોશી.
ગુજરાત જાયન્ટસે ખોલાવ્યું જીતનું ખાતું
ગુજરાત જાયન્ટ્સે મેચ જીતવા આપેલા 202 રનના ટાર્ગેટ સામે આરસીબી 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 190 રન બનાવી શકી હતી. ગુજરાત જાયન્ટ્સે 11 રનથી જીતવા સાથે જીતનું ખાતું ખોલાવ્યું છે, જ્યારે આરસીબીએ હારની હેટ્રિક કરી છે. આરસીબી તરફથી સોફી ડિવાઇડને 45 બોલમા 66, હેથર નાઇટે 10 બોલાં 30 રનની ઈનિંગ રમી હતી. ગુજરાત તરફથી એશ્લે ગાર્ડનરે 3 તથા સુથરલેન્ડે 2 વિકેટ લીધી હતી.
ગુજરાતને મળી ચોથી સફળતા
આરસીબીએ 16.1 ઓવરના અંતે 4 વિકેટના નુકસાન પર 142 રન બનાવ્યા છે. ડીવાઈન 66 રન બનાવી આઉટ થઈ હતી.હેથર નાઇટ 9 રને રમતમાં છે.
સોફી ડીવાઇનની ફિફ્ટી
ગુજરાતે મેચ જીતવા આપેલા 202 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે આરસીબીએ 13.4 ઓવરના અંતે 2 વિકેટના નુકસાન પર 115 રન બનાવ્યા છે. એલીસ પેરી 32 રન બનાવી આઉટ થઈ હતી. સોફી ડીવાઇન 51 રને અને રિચા ઘોષ 8 રને રમતમાં છે.
આરસીબીની મક્કમ શરૂઆત
ગુજરાતે મેચ જીતવા આપેલા 202 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે આરસીબીએ 9 ઓવરના અંતે 1 વિકેટના નુકસાન પર 74 રન બનાવ્યા છે. એલીસ પેરી 16 રને અને સોફી ડીવાઇન 35 રને રમતમાં છે.
આરસીબીને જીતવા 202 રનનો ટાર્ગેટ
સોફિયા ડંકલેના 28 બોલમાં 65 રન અને હરલીન દેઓલના 45 બોલમાં 67 રનની મદદથી ગુજરાત જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 201 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી શ્રેયંકા પાટિલ અને નાઇટને 2-2 સફળતા મળી હતી.