શોધખોળ કરો
Advertisement
IND vs WI: અમદાવાદના ઐતિહાસિક સ્ટેડિયમમાં વન ડે રમવા ઉતરશે Team India, આ મેદાન પર બન્યા છે અનેક મોટા રેકોર્ડ્સ
India vs West Indies: અમદાવાદનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અનેક રેકોર્ડનું સાક્ષી રહ્યું છે.
India vs West Indies 1st ODI Narendra Modi Stadium records Ahmedabad: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે શ્રેણીની પ્રથમ મેચ 6 ફેબ્રુઆરીએ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ આ સ્ટેડિયમમાં ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે. આ સ્ટેડિયમ સુનીલ ગાવસ્કર અને કપિલ દેવથી લઈને સચિન તેંડુલકર અને હરભજન સિંહના ઐતિહાસિક રેકોર્ડનું સાક્ષી રહ્યું છે.
આ મેદાન પર બનેલા રેકોર્ડ પર એક નજર
- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું જૂનું નામ મોટેરા હતું. સરકારના આદેશ પર તેને નવો લુક આપવામાં આવ્યો હતો અને નામ પણ બદલવામાં આવ્યું હતું. આ સ્ટેડિયમ ઘણા ઐતિહાસિક રેકોર્ડનું સાક્ષી રહ્યું છે. દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે આ મેદાન પર 1987માં પોતાના 10,000 ટેસ્ટ રન પૂરા કર્યા હતા. સુનીલ વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂક્યો છે.
- પૂર્વ કેપ્ટન કપિલ દેવ 1994માં મોટેરા સ્ટેડિયમ ખાતે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા હતા. તે વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે.
- ક્રિકેટના ભગવાન કહેવાતા ખેલાડી કપિલ દેવ પછી સચિને પણ અહીં એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તેણે 1999માં પોતાની એકમાત્ર બેવડી સદી ફટકારી હતી.
- ટોચના ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને અહીં તેની 400મી ટેસ્ટ વિકેટ લીધી. આ સાથે જ ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહે પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી.
- કપિલ દેવે 1983માં વેસ્ટ ઈન્ડિઝ સામે 83 રન આપીને નવ વિકેટ લીધી હતી.
- સચિને તેનો વન ડે કરિયરનો 18,000મો રન પૂરો કર્યો હતો.2011 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે સચિને આ સિદ્ધી મેળવી હતી.
- ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી વીવીએસ લક્ષ્મણે આ મેદાન પર 1996માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
ગુજરાત
Advertisement