Rishabh Pant Car Accident: રીષભ પંત દારૂ પીને કાર ચલાવતો હતો ? કાર સ્પીડ લિમિટ વટાવીને ભગાવી હતી ? દિલ્હી પોલીસે શું કહ્યું ?
Pant Car Accidnet: જોકે કેટલાક લોકો પંત દારૂ પીને કાર ચલાવતો હોવાના કારણે કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોઇ શકે તેમ કહેતા હતા. પરંતુ રિપોર્ટમાં આવી કોઈ વાત સામે આવી નથી.
Rishabh Pant Car Accident Updates: ટીમ ઇન્ડિયાનો યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત તાજેતરમાં જ એક રૉડ એક્સિડેન્ટનો શિકાર થઇ ગયો છે, આ દૂર્ઘટનામાં ઋષભ પંતને ગંભીર રીતે માથાના ભાગે, હાથ-પગ અને પીઠ પર ઇજાઓ પહોંચી છે. ડૉક્ટરો અનુસાર, રીષભ પંતની ઇજાને ધ્યાનમાં રાખતા, હવે આગામી છ મહિના સુધી મેદાનમાં નથી ઉતરી શકવાનો નથી. પોલીસે ત્યારે જણાવ્યું હતુ કે, પંતને ઝોકું આવી જતાં તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો. જોકે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ) તેમજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી કહી રહ્યા છે કે, અકસ્માત રોડ પરના ખાડાને કારણે સર્જાયો હતો.
રોહિત શર્માએ પંત સાથે કરી વાત
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતુ કે, રસ્તામાં પડેલા ખાડાથી બચવાના પ્રયાસમાં પંતે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તેની કાર દુર્ઘટનાગ્રસ્ત બની હતી. હાઈપ્રોફાઈલ સેફ્ટી સિસ્ટમ ધરાવતી કાર ડિવાઈડર સાથે ટકરાયા બાદ સળગી ઉઠી હતી. જેમાંથી પંત માંડ-માંડ બચ્યો હતો. હાલમાં પંતની સારવાર દહેરાદૂનમાં ચાલી રહી છે. અગાઉ ડીડીસીએના ઓફિશિઅલ્સે પણ પંતની મુલાકાત લીધી હતી. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ પંતની ઈજા અંગે ડોક્ટરની સાથે વાતચીત કરી હતી.
પોલીસે શું કહ્યું
પંતના કાર અકસ્માત માટે તેની કારની ઝડપને પણ જવાબદાર માનવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, સીસીટીવી ફૂટેજ જોતા લાગી રહ્યું છે કે, તેની કાર પાંચ સેકન્ડમાં આશરે 200 મીટરનું અંતર કાપી રહી હતી. આવી સ્થિતિમાં કારની ઝડપ આશરે 150 કિમી પ્રતિ કલાકની આસપાસની હોય તેવી શક્યતા છે. અલબત્ત, પોલીસે ઓવરસ્પીડિંગ અંગે કશું કહ્યું નથી. ઉત્તરાખંડ ડીજીપી અશોક કુમારે કહ્યું, પંતે સ્થાનિક પોલીસને કહ્યું થોડી સેંકડ માટે ઝોકું આવી જતાં કાર પરથી નિયંત્રણ ગુમાવી દીદું તું. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. શનિવારે ઉત્તરાખંડ પોલીસે કહ્યું, પંતની કાર ઓવરસ્પીડમાં નહોતી. દરમિયાનમાં અકસ્માતના સ્થળની આસપાસના રસ્તા પરના ખાડા રાતોરાત રિપેર કરી દેવાયા હતા. જોકે કેટલાક લોકો પંત દારૂ પીને કાર ચલાવતો હોવાના કારણે કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોઇ શકે તેમ કહેતા હતા. પરંતુ રિપોર્ટમાં આવી કોઈ વાત સામે આવી નથી.