Watch: ઋષભ પંતે રવિ શાસ્ત્રીને 'ગુરુ દક્ષિણા'માં આપી આ શાનદાર ભેટ, વીડિયો થયો વાયરલ
સદી ફટકારીને મેચ જીતાડનાર ઋષભ પંત જીતની ઉજવણી વચ્ચેથી બહાર નિકળીને થોડા દૂર ઉભેલા રવિ શાસ્ત્રી પાસે પહોંચ્યો હતો.
Rishabh Pant and Ravi Shastri: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વન ડે સિરીઝ પુરી થયા બાદ ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં એક દિલચસ્પ નજારો જોવા મળ્યો હતો. ભારતે જીત મેળવી લીધા બાદ મેદાન પર જીત ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ જીતની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન સદી ફટકારીને મેચ જીતાડનાર ઋષભ પંત જીતની ઉજવણી વચ્ચેથી બહાર નિકળીને થોડા દૂર ઉભેલા રવિ શાસ્ત્રી પાસે પહોંચ્યો હતો.
વિરાટે પહેલાં શેમ્પેન ઓફર કરીઃ
ભારતે મેનચેસ્ટર વન ડે જીતીને ઈંગ્લેન્ડ સામે 2-1થી સિરીઝ જીતી લીધી હતી. આ સિરીઝ જીત બાદ જ્યાં ભારતીય ટીમ જશ્ન મનાવી રહી હતી. ત્યાં બીજી તરફ મેદાન પર થોડા અંતરે રવિ શાસ્ત્રી પ્રેજેંટરની ભૂમિકામાં હતો. આ દરમિયાન વિરાટ કોહલીએ રવિ શાસ્ત્રીને દૂરથી જ શેમ્પેનની ઓફર કરી હતી. જેના પર રવિ શાસ્ત્રીએ સ્મિત આપ્યું હતું.
ઋષભ પંતે શેમ્પનની બોટલ આપીઃ
જે બાદ ઋષભ પંત એક શેમ્પનની બોટલ લઈને રવિ શાસ્ત્રી પાસે પહોંચ્યો હતો. ત્યાર બાદ ઋષભ પંત રવિ શાસ્ત્રી સાથે હાથ મિલાવીને ગળે મળ્યો હતો. આ દરમિયાન પંતે રવિ શાસ્ત્રીને શેમ્પેનની બોટલ આપી હતી. મેદાન પર ચાલી રહેલું આ સુંદર દૃશ્ય જોઈને દર્શકો ખુબ ખુશ થઈ ગયા હતા. શાસ્ત્રીએ શેમ્પેનની બોટલ હાથમાં લઈને ચીચીયારી પાડી રહેલા દર્શકોનું અભિવાદન સ્વિકાર કર્યું હતું.
Pant offering his champagne to Ravi Shastri 😂❤️#ENGvsIND #OldTrafford #RishabhPant #TeamIndia pic.twitter.com/QaK5VfnEj4
— HemaPriya07 (@attitudegirl___) July 17, 2022
નોંધનીય છે કે, ગયા વર્ષના T20 વર્લ્ડ કપ સુધી રવિ શાસ્ત્રી ટીમ ઈન્ડિયાના હેડ કોચ હતા. રવિ શાસ્ત્રીના કોચ હેઠળ ભારતીય ટીમે કોઈ ICC ટ્રોફી જીતી ન હતી, પરંતુ ભારતીય ટીમે એશિયા બહાર ટેસ્ટ શ્રેણીમાં ઘણી સફળતાઓ હાંસલ કરી હતી. આમ વિરાટ કોહલી અને ઋષભ પંત સહિતના ઘણા ખેલાડીઓને રવિ શાસ્ત્રીએ ટ્રેનિંગ આપી છે.