શોધખોળ કરો

તૂટી ગયો ધોનીનો આ મોટો રેકોર્ડ, ભારતીય વિકેટકિપરની લિસ્ટમાં પ્રથમ નંબર પર પહોંચ્યો પંત 

ન્યૂઝીલેન્ડ સામે અડધી સદી ફટકાર્યા બાદ તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીના 2500 રન પૂરા કરી લીધા છે. પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 2500 રન પૂરા કરનાર ભારતીય વિકેટકીપર બની ગયા છે.

Rishabh pant completes 2500 runs :  ભારતીય ટીમ હાલમાં ન્યુઝીલેન્ડ સામે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો જે ખોટો સાબિત થયો. ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં માત્ર 46 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી ન્યુઝીલેન્ડે પ્રથમ દાવમાં 402 રન બનાવ્યા હતા અને પ્રથમ દાવના આધારે 356 રનની લીડ મેળવી હતી. આ પછી, ભારતીય ખેલાડીઓએ બીજી ઇનિંગમાં સારું પ્રદર્શન કર્યું અને અત્યાર સુધીમાં 3 વિકેટના નુકસાન પર 314 રન બનાવ્યા છે.

રિષભ પંતે શાનદાર અડધી સદી ફટકારી હતી 

સરફરાઝ ખાને તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે, તો રિષભ પંતે અડધી સદી ફટકારી છે. પંતે 56 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. તે હજુ પણ ક્રિઝ પર હાજર છે. પંતે તેની ટેસ્ટ કારકિર્દીની 12મી અડધી સદી ફટકારી છે. ન્યૂઝીલેન્ડ સામે અડધી સદી ફટકાર્યા બાદ તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીના 2500 રન પૂરા કરી લીધા છે. પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 2500 રન પૂરા કરનાર ભારતીય વિકેટકીપર બની ગયા છે. તેણે 62 ઇનિંગ્સમાં આ કર્યું અને મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો. ધોનીએ ટેસ્ટમાં 69 ઇનિંગ્સમાં 2500 રન પૂરા કર્યા હતા. અનુભવી વિકેટકીપર ફારૂક એન્જિનિયરે 82 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. સરફરાઝ ખાન ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં શૂન્ય રન પર આઉટ થયો હતો. ત્યારબાદ તેણે બીજી ઇનિંગમાં શાનદાર વાપસી કરી હતી. તેણે મજબૂત બેટિંગનું ઉદાહરણ રજૂ કર્યું છે અને તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 2500 રન બનાવનાર ભારતીય વિકેટકીપર 

62 ઇનિંગ્સ- રિષભ પંત
69 ઇનિંગ્સ- એમએસ ધોની
82 ઇનિંગ્સ- ફારૂક એન્જિનિયર

ઋષભ પંતે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં ફિફ્ટી પ્લસ સ્કોર બનાવવાના મામલે ફારુક એન્જિનિયરની બરાબરી કરી લીધી છે. આ બંને ખેલાડીઓએ ભારત માટે 18-18 વખત ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ પચાસ પ્લસ સ્કોર બનાવ્યા છે. તેણે આવું 39 વખત કર્યું છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર બનાવનાર ભારતીય વિકેટકીપર 

39 - એમએસ ધોની (144 ઇનિંગ્સ)
18 - ફારૂક એન્જિનિયર (87 ઇનિંગ્સ)
18 - ઋષભ પંત (62 ઇનિંગ્સ)
14 - સૈયદ કિરમાણી (124 ઇનિંગ્સ)    

સરફરાઝ ખાને ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી ઈતિહાસ રચ્યો, શિખર ધવનના રેકોર્ડની બરાબરી કરી 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હિન્દુઓને સોંપી દો તિરુપતિ સહિત બધા મંદિરો, VHPની માંગ, 'મુક્તિ' ન મળે તો પછી આંદોલન...
હિન્દુઓને સોંપી દો તિરુપતિ સહિત બધા મંદિરો, VHPની માંગ, 'મુક્તિ' ન મળે તો પછી આંદોલન...
કોણ છે નાવ્યા હરિદાસ? વાયનાડ પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી સામે ભાજપે આપી ટિકિટ
કોણ છે નાવ્યા હરિદાસ? વાયનાડ પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી સામે ભાજપે આપી ટિકિટ
રાજ્યમાં વરસાદે આજે આ જિલ્લામાં ધબધબાટી બોલાવી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાનની શક્યતા
રાજ્યમાં વરસાદે આજે આ જિલ્લામાં ધબધબાટી બોલાવી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાનની શક્યતા
Amreli : લાઠીના આંબરડીમાં વીજળી પડતા 5 લોકોના મોત
Amreli : લાઠીના આંબરડીમાં વીજળી પડતા 5 લોકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રાજ્યમાં ગુંડાઓ બેફામHun To Bolish | હું તો બોલીશ | દાદાની ચોખ્ખી વાતAmbalal Patel Prediction: રેઇનકોટ હજી હાથવગો રાખજો, દિવાળી સુધી આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશેAhmedabad Rain: અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ,  રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હિન્દુઓને સોંપી દો તિરુપતિ સહિત બધા મંદિરો, VHPની માંગ, 'મુક્તિ' ન મળે તો પછી આંદોલન...
હિન્દુઓને સોંપી દો તિરુપતિ સહિત બધા મંદિરો, VHPની માંગ, 'મુક્તિ' ન મળે તો પછી આંદોલન...
કોણ છે નાવ્યા હરિદાસ? વાયનાડ પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી સામે ભાજપે આપી ટિકિટ
કોણ છે નાવ્યા હરિદાસ? વાયનાડ પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી સામે ભાજપે આપી ટિકિટ
રાજ્યમાં વરસાદે આજે આ જિલ્લામાં ધબધબાટી બોલાવી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાનની શક્યતા
રાજ્યમાં વરસાદે આજે આ જિલ્લામાં ધબધબાટી બોલાવી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાનની શક્યતા
Amreli : લાઠીના આંબરડીમાં વીજળી પડતા 5 લોકોના મોત
Amreli : લાઠીના આંબરડીમાં વીજળી પડતા 5 લોકોના મોત
IND vs NZ: બેંગલુરુમાં ફ્લોપ થયા બાદ ફરી ટ્રોલ થયો KL રાહુલ, વાંચો શું કહી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ
IND vs NZ: બેંગલુરુમાં ફ્લોપ થયા બાદ ફરી ટ્રોલ થયો KL રાહુલ, વાંચો શું કહી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ
સુપરહિટ છે આ સરકારી યોજના... એક વાર પૈસા રોકો, દર મહિને 20,000 રૂપિયાથી વધુની રકમ મળશે!
સુપરહિટ છે આ સરકારી યોજના... એક વાર પૈસા રોકો, દર મહિને 20,000 રૂપિયાથી વધુની રકમ મળશે!
હજુ રેઈનકોટ મુકતા નહીં, દિવાળી સુધી આ વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
હજુ રેઈનકોટ મુકતા નહીં, દિવાળી સુધી આ વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
ઝારખંડ માટે ભાજપે 66 ઉમેદવારોની યાદી જાહેર કરી, સીતા સોરેનને અહીંથી આપી ટિકિટ
ઝારખંડ માટે ભાજપે 66 ઉમેદવારોની યાદી જાહેર કરી, સીતા સોરેનને અહીંથી આપી ટિકિટ
Embed widget