Rishabh Pant: ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર! ઋષભ પંતની ઈજા પર મોટું અપડેટ આવ્યું, જાણો ક્યારે કરશે બેટિંગ
Rishabh Pant IND vs NZ: ઋષભ પંત ભારત ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચ દરમિયાન ઈજાને કારણે મેદાનની બહાર થઈ ગયા હતા. પરંતુ તે બેંગલોર ટેસ્ટના ચોથા દિવસે બેટિંગ માટે મેદાનમાં ઉતરી શકે છે.
Rishabh Pant IND vs NZ: ઋષભ પંત ટીમ ઈન્ડિયા માટે બેટિંગ કરવા તૈયાર છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ બેંગલોરમાં રમાઈ રહી છે. પંત આ મુકાબલાના બીજા દિવસે ઈજાને કારણે મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. ઋષભ પંતના ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ ઈજા એ જ ઘૂંટણમાં થઈ હતી, જેની સર્જરી થઈ હતી. જોકે, હવે તેઓ મેચના ચોથા દિવસે શનિવારે બેટિંગ માટે મેદાનમાં ઉતરી શકે છે. પંત ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પેડ્સ પહેરીને બેઠેલા દેખાયા હતા.
ભારતે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચના ત્રીજા દિવસના રમતના અંત સુધીમાં 3 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા છે. આ દરમિયાન વિરાટ કોહલી ત્રીજા અને સરફરાઝ ખાન ચોથા ક્રમે બેટિંગ કરવા આવ્યા હતા. ઋષભ પંત પાંચમા ક્રમે બેટિંગ કરવા આવવાના હતા. પરંતુ કોહલીના આઉટ થયા પછી સ્ટમ્પ્સની ઘોષણા થઈ ગઈ. તેથી પંત બેટિંગ માટે મેદાનમાં આવી શક્યા નહીં. પરંતુ તેઓ ચોથા દિવસે બેટિંગ કરવા આવશે. તેમણે બ્રેક દરમિયાન પ્રેક્ટિસ પણ કરી. પંતને બેટિંગમાં તકલીફ નથી.
ટીમ ઈન્ડિયાએ બેંગલોર ટેસ્ટમાં કર્યું શાનદાર કમબેક
ટીમ ઈન્ડિયાએ બેંગલોર ટેસ્ટમાં શાનદાર કમબેક કર્યું છે. તે પ્રથમ દાવમાં માત્ર 46 રનના સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ હતી. પરંતુ બીજા દાવમાં 3 વિકેટ ગુમાવીને 231 રન બનાવી લીધા છે. વિરાટે 102 બોલનો સામનો કરતાં 70 રન બનાવ્યા છે. કોહલીએ 8 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો છે. સરફરાઝ ખાન 70 રન બનાવીને અણનમ છે. તેમણે 78 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્માએ અર્ધશતક ફટકાર્યું. તેમણે 52 રનની ઇનિંગ રમી.
Fighter Ready Hai Fight Karne ke Liye🔥
— Sports In Veins (@sportsinveins) October 18, 2024
"Rishabh Pant has his Different Zone" #RishabhPant #INDvNZ #RohitSharma pic.twitter.com/Ld8Zf6UGpL
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2022માં પંત જ્યાર કાર દૂર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયો હતો તો તેને જમણા ઘૂંટણ પર ઇજા પહોંચી હતી. પંતની કાર ડિવાઇડર સાથે ટકરાઇને પલટી ગઇ હતી. તેના જમણા ઘૂંટણનું લિંગામેન્ટ તુટી ગયુ હતુ. આ પછી મુંબઇમાં તેનું ઓપરેશન થયુ હતુ. દોઢ વર્ષે પંત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી, અને ટી20 વર્લ્ડકપ 2024 રમ્યો હતો. ખરેખરમાં મેચની વચ્ચેથી પંતની બહાર જવુ ભારત માટે સારા સમાચાર નથી. તેની ઇજા એટલી ગંભીર છે કે, હાલમાં પંતની જગ્યાએ ધ્રવ જૂરેલ મેદાનમાં આવ્યો છે અને વિકેટકીપિંગ કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ
IND vs BAN: 6,6,6,6,6..., સંજુ સેમસનનો તરખાટ; બાંગ્લાદેશના બોલરોને ધોઈ નાંખ્યા