![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
રીષભ પંત BMW કારમાં એકલો જ હતો, કઈ રીતે થયો અકસ્માત એ જાણીને ચોંકી જશો, કારમાંથી માંડ માંડ બહાર કઢાયો
ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનો અકસ્માત થયો છે. તે દિલ્હીથી રૂરકી જઈ રહ્યો હતો. ઋષભની કાર રેલિંગ સાથે અથડાઈ હતી અને ત્યાર બાદ તેમાં આગ લાગી હતી.
![રીષભ પંત BMW કારમાં એકલો જ હતો, કઈ રીતે થયો અકસ્માત એ જાણીને ચોંકી જશો, કારમાંથી માંડ માંડ બહાર કઢાયો Rishabh Pant was alone in the BMW car, you will be shocked to know how the accident happened રીષભ પંત BMW કારમાં એકલો જ હતો, કઈ રીતે થયો અકસ્માત એ જાણીને ચોંકી જશો, કારમાંથી માંડ માંડ બહાર કઢાયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/30/49afec64b717946ab167b6e9417603a0167237399553075_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rishabh Pant Car Accident: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રિષભ પંતને શુક્રવારે સવારે ગંભીર અકસ્માત નડતા ક્રિકેટ ચાહકોમાં ચિંતાની લાગણી છે. આ અકસ્માતમાં રીષભ પંતને માથા અને પગમાં ઈજા થઈ છે ત્યારે બહાર આવેલી પ્રાથમિક વિગતો પ્રમાણે, રીષભ પંતને કાર ચલાવતાં ચલાવતાં અચાનક ઝોકું આવી જતાં અકસ્માત થયો હતો.
પંત દિલ્લીધી ઉત્તરાખંડના રુડકી જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. પંત કારમાં એકલો જ હતો અને પોતાની લક્ઝુરીસ બીએમડબલ્યુ કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો ત્યારે હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસાન બોર્ડર પર અકસ્માત થયો હતો. પંતને ઝોકું આવી જતાં તેની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ હતી અને કારમાં આગ લાગી ગઈ હતી. કાર પલટી ગઈ હતી અને ભારે મહેનત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. પંતને પણ માંડ માંડ કારમાંથી બહાર કઢાયો હતો. પંતને માથામાં ગંભીર ઈજા થઈ છે. શરૂઆતમા તેને દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો પણ તે પીઠ તથા બીજા ભાગે દાઝી ગયો હોવાથી તેની પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે. ડોક્ટરોના જણાવ્યા મુજબ રિષભની હાલત સ્થિર છે પણ પંત શરીરે ઘણી જગાએ દાઝી ગયો હોવાથી તેને સારવાર માટે દિલ્લી મોકલવામાં આવ્યો છે.
ઋષભ પંતને ઈજાના કારણે ટીમ ઈન્ડિયાએ બ્રેક આપ્યો હતો. પંત દિલ્હીથી ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ રૂરકીના હમ્માદપુર ઝાલમાં પહોંચ્યા હતા અને ત્યાં કારને અકસ્માત નડ્યો હતો. સમાચાર અનુસાર, તેમને ગંભીર હાલતમાં દિલ્હી રિફર કરવામાં આવ્યા છે. પંતને કપાળ, પીઠ અને પગમાં વધુ ઈજાઓ છે. હાલ તેમની તબિયત સ્થિર છે. રિષભની પ્લાસ્ટિક સર્જરી થઈ શકે છે.
રિષભની કાર રેલિંગ સાથે અથડાઈ હતી. આ પછી કારમાં આગ લાગી હતી. જોકે આ પહેલા ઋષભ કારમાંથી બહાર નીકળી ગયો હતો. ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે મોટી મુશ્કેલીથી આગ પર કાબુ મેળવ્યો હતો. આ પછી પંતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને દિલ્હી રોડ પર આવેલી સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઋષભ પંત 3 જાન્યુઆરીથી શ્રીલંકા સામે રમાનાર T20 ક્રિકેટ ટીમમાં પસંદ ન થયા બાદ દિલ્હીથી ધાંધેરા રૂરકીમાં તેના ઘરે પરત ફરી રહ્યો હતો. તેમની કારને સવારે 5:30 વાગ્યે નરસાન નજીક અકસ્માત નડ્યો હતો. રિષભને દિલ્હી રોડ પરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મેંગલોરના ઈન્સ્પેક્ટર મનોજ મૈનવાલે જણાવ્યું કે ઋષભ પંત દિલ્હીથી જાતે ડ્રાઈવ કરીને રૂરકી આવી રહ્યો હતો. નરસન પાસે વાહન ડિવાઈડર સાથે અથડાયું હતું. ડૉક્ટરે કહ્યું કે તેને ગંભીર ઇજાઓ થઈ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)