ઈંગ્લેન્ડના ક્યા બેટ્સમેને 'પાઈ-ચકર' સિક્સર્સ ફટકારે છે એવું લખતાં યુવરાજ બગડ્યો ? યુવરાજને કેમ કહે છે 'પાઈ-ચકર' ?
Road Safety World Series T20 મેચ પૂરી થયા બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન પીટરસને યુવરાજની બેટિંગની પ્રશંસા કરી હતી. તેણે લખ્યું ક્રિકેટની સૌથી સારી ચીજોમાંથી એક 'પાઈ-ચકર'ને આટલી સરળતાથી સિક્સર મારતો જોવો લ્હાવો છે.
નવી દિલ્હીઃ હાલ ભારતમાં ટી-20ની રોડ સેફ્ટી સીરિઝ રમાઇ રહી છે. જેમાં નિવૃત્ત થઈ ગયેલા ક્રિકેટરો રમી રહ્યા છે. ગઇકાલે ઈન્ડિયા લેજેન્ડ્સ અને ઇંગ્લેન્ડ લેજેન્ડ્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને સિક્સર કિંગના નામથી જાણીતા યુવરાજ સિંહે ગઈકાલે રાતે રમાયેલા મુકાબલામાં 8 બોલના અંતરમાં કુલ 6 સિક્સર ફટાકારી હતી.. રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં દક્ષિણ આફ્રીકા લેજેન્ડ્સ સામે રમતા યુવરાજ સિંહે 22 બોલમાં 52 રનની શાનદાર ઈનિંગ રમી હતી. યુવરાજની ઈનિંગના કારણે દક્ષિણ આફ્રીકા લેજેન્ડ્સને 205 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડ લેજેન્ડ્સની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 148 રન બનાવી શકી હતી. ઈન્ડિયા લેજેન્ડ્સનો 56 રનથી વિજય થવાની સાથે સેમિ ફાઇનલમાં પહોંચી હતી.
મેચ પૂરી થયા બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન પીટરસને યુવરાજની બેટિંગની પ્રશંસા કરી હતી. તેણે લખ્યું ક્રિકેટની સૌથી સારી ચીજોમાંથી એક 'પાઈ-ચકર'ને આટલી સરળતાથી સિક્સર મારતો જોવો લ્હાવો છે. પરંતુ પીટરસને તેને પાઇ ચકર કેમ કહ્યો તેને લઈ ક્રિકેટપ્રેમીઓમાં ચર્ચા શરૂ થઈ હતી.
યુવરાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો હતો ત્યારે પીટરસન તેના માટે પાઇચકર શબ્દનો ઉપયોગ કરતો હતો.2008ની ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ટેસ્ટ સીરિઝમાં પીટરસને યુવરાજને પાઇ ચકર કહ્યો હતો. ટેસ્ટમાં પીટરસન ડાબોડી સ્પિનર યુવરાજના હાથે આઉટ થયા બાદ તેણે આ બિરુદ આપ્યું હતું. પીટરસનને તેની કરિયરમાં યુવરાજ સિંહની બોલિંગમાં રમવામાં ઘણી તકલીફ પડતી હતી. યુવરાજ સિંહે પીટરસનની પોસ્ટ જોઈને ભડક્યો હતો અને વળતો જવાબ આપતાં લખ્યું, કેટલીક વખત તમે પણ પાઇ પર સરકી જતા હતા.