શોધખોળ કરો
Advertisement
ધોનીને આ ટીમમાં ના મળી જગ્યા, વિરાટની જગ્યાએ આ ખેલાડીને બનાવાયો કેપ્ટન
ટોમ મૂડીએ કહ્યું કે, હું એવી ટીમ સિલેક્ટ કરી રહ્યો છું, જે આગામી ત્રણ અઠવાડિયામાં રમવાની છે, અને આ આજની ટીમ છે. હું ધોનીનો મોટો ફેન છું, પણ હું મારી ટીમમાં નિકોલસ પૂરનને મોકો આપીશ
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કેર વચ્ચે ઇંગ્લેન્ડ ક્રિકેટની વાપસી થઇ ચૂકી છે. બાકી દેશો હજુ રાહ જોઇને બેઠા છે. જોકે ક્રિકેટ સાથે જોડાયેલી હસ્તીઓ રમતને લગતા અવનવા અનુભવો શેર કરતા રહે છે. આ બધાની વચ્ચે પૂર્વ ઓસ્ટ્રલિયન દિગ્ગજ અને હાલના આઇપીએલના સનરાઇઝર્સ હૈદરાબાદના કૉચ ટોમ મૂડીએ પોતાની બેસ્ટ ટી20 ટીમને પસંદ કરી છે. મૂડીની ટીમમાં રોહિત શર્માને કમાન સોંપવામાં આવી છે.
ખાસ વાત છે કે ટોમ મૂડી આ ટીમમાં ભારતીય વિસ્ફોટક ઓપનર રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે ધોનીને વિકેટકીપર તરીકે બહાર રખાયો અને તેની જગ્યાએ વેસ્ટ ઇન્ડિઝના નિકોલસ પૂરનને સામેલ કરાયો છે, અને કોહલીને પણ માત્ર એક ખેલાડી તરીકે જ પસંદ કરવામાં આવ્યો છે.
પોતાની ટીમની પસંદ કરવાને લઇને ટોમ મૂડીએ કહ્યું કે, હું એવી ટીમ સિલેક્ટ કરી રહ્યો છું, જે આગામી ત્રણ અઠવાડિયામાં રમવાની છે, અને આ આજની ટીમ છે. હું ધોનીનો મોટો ફેન છું, પણ હું મારી ટીમમાં નિકોલસ પૂરનને મોકો આપીશ.
ટોમ મૂડીની વર્લ્ડ ટી20 પ્લેઇંગ ઇલેવન.....
રોહિત શર્મા (કેપ્ટન), ડેવિડ વોર્નર, વિરાટ કોહલી, અબ્રાહમ ડિવિલિયર્સ, આંદ્રે રસેલ, સુનિલ નારેન, મિશેલ સ્ટાર્ક, રાશિદ ખાન, જસપ્રીત બુમરાહ, જોફ્રા આર્ચર, રવિન્દ્ર જાડેજા (12મો ખેલાડી)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement