T20 World Cup: રોહિત સાથે આ ધાકડ ખેલાડી કરશે ઓપનિંગ? જાણો ટી20 વર્લ્ડ કપમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
2024 T20 World Cup, Team India Playing 11: 2024 T20 વર્લ્ડ કપનું બ્યુગલ વાગી ગયું છે. ક્રિકેટનો આ મહાકુંભ IPL પછી તરત જ રમાશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટનો પ્રથમ વર્લ્ડ કપ 2007માં રમાયો હતો, જે ભારતે જીત્યો હતો.
2024 T20 World Cup, Team India Playing 11: 2024 T20 વર્લ્ડ કપનું બ્યુગલ વાગી ગયું છે. ક્રિકેટનો આ મહાકુંભ IPL પછી તરત જ રમાશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટનો પ્રથમ વર્લ્ડ કપ 2007માં રમાયો હતો, જે ભારતે જીત્યો હતો. જો કે ત્યાર બાદ ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ જીતી શકી નથી. આ વખતે ભારતને ટાઈટલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જાણો 2024 T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે રોહિત શર્મા અને વિરાટ કોહલી 2024 T20 વર્લ્ડ કપમાં ઇનિંગ્સની શરૂઆત કરશે. જો કે, આ શક્ય જણાતું નથી કારણ કે યશસ્વી જયસ્વાલ જેવો બેટ્સમેન છે, રોહિત તેને બહાર રાખવાનું જોખમ લેવા માંગતો નથી. આવી સ્થિતિમાં રોહિત શર્માની સાથે માત્ર યુવા યશસ્વી જયસ્વાલ ઇનિંગની શરૂઆત કરતા જોવા મળી શકે છે. જ્યારે વિરાટ કોહલી ત્રીજા નંબર પર રમતા જોવા મળી શકે છે.
ભારતનો મિસ્ટર 360 ડિગ્રી અને આ ફોર્મેટનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર રમતા જોવા મળશે. આ પછી વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પાંચમા નંબર પર અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છઠ્ઠા નંબર પર જોવા મળશે. સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાતમા નંબર પર રમી શકે છે.
બોલિંગની વાત કરીએ તો કુલદીપ યાદવ લીડ સ્પિનરની ભૂમિકામાં જોવા મળશે. જાડેજા તેની સાથે બીજો સ્પિનર હશે. જો કેપ્ટન રોહિત વેસ્ટ ઈન્ડિઝની ધીમી પીચો પર ત્રણ સ્પિનરો સાથે જશે તો યુઝવેન્દ્ર ચહલ પણ અંતિમ ઈલેવનમાં સામેલ થઈ શકે છે. જ્યારે ફાસ્ટ બોલિંગમાં અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહ એક્શનમાં જોવા મળી શકે છે.
2024 T20 વર્લ્ડ કપ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ/યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ.
2024 T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ- રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
રિઝર્વ ખેલાડીઓ - શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાન.