શોધખોળ કરો

T20 World Cup: ટીમ ઈન્ડિયાના હિટમેને T20 ઈન્ટરનેશનલમાં 3000 રન પૂરા કર્યા, આવું કરનાર વિશ્વનો ત્રીજો ખેલાડી બન્યો

આ આંકડા સુધી પહોંચવામાં ખાસ વાત એ છે કે તેણે સ્થાનિક, વિદેશી અને તટસ્થ મેદાન પર સમાન રન બનાવ્યા છે.

T20 World Cup: ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 3000 રન પૂરા કરી લીધા છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સોમવારે રાત્રે રમાયેલી ભારત-નામિબિયા મેચ દરમિયાન તેણે આ સિદ્ધિ મેળવી હતી. આવું કરનાર તે વિશ્વનો ત્રીજો ખેલાડી છે.

રોહિત પહેલા વિરાટ કોહલી અને ન્યુઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ આ સ્થાને પહોંચ્યા છે. વિરાટ કોહલી 3227 રન સાથે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં ટોચ પર છે. માર્ટિન ગુપ્ટિલ 3115 રન સાથે બીજા અને રોહિત શર્મા 3038 રન સાથે ત્રીજા નંબર પર છે. ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલે પણ આ જ વર્લ્ડ કપમાં T20 ઈન્ટરનેશનલમાં 3000નો આંકડો પાર કર્યો છે.

રોહિતના આ આંકડા સુધી પહોંચવામાં ખાસ વાત એ છે કે તેણે સ્થાનિક, વિદેશી અને તટસ્થ મેદાન પર સમાન રન બનાવ્યા છે. તેણે ઘરેલું મેદાન પર 1019 રન, વિદેશી પીચો પર 1001 રન અને તટસ્થ મેદાન પર 1018 રન બનાવ્યા છે.

હિટમેન રોહિત શર્માએ T20માં 4 સદી ફટકારી

રોહિત શર્માએ વર્ષ 2007માં ટી20માં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તેણે 116 આંતરરાષ્ટ્રીય મેચોની 108 ઇનિંગ્સમાં 32ની એવરેજથી રન બનાવ્યા છે. રોહિતનો સ્ટ્રાઈક રેટ 140 રહ્યો છે. રોહિતના નામે T20માં 4 સદી અને 24 અડધી સદી સામેલ છે.

રોહિતનું કેપ્ટન તરીકે બેટિંગ પ્રદર્શન શાનદાર

રોહિત શર્માએ 19 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું છે. આ 19 મેચોમાં 42 રનની એવરેજથી 712 રન બનાવ્યા છે. જેમાં તેની 2 સદી સામેલ છે.

નોંધનીય છે કે, T20 World Cupમાં ભારતીય ટીમના અભિયાનનો અંત આવી ગયો છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ જેવી મોટી ટીમો સામે હાર બાદ અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયા જેવી નબળી ટીમો સામે જીત મેળવી હતી. કોહલીની આ કેપ્ટન તરીકેની છેલ્લી ટી20 મેચ હતી. આ ઉપરાંત કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. હવે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટી-20 સીરિઝ અને ટેસ્ટ મેચ રમશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget