(Source: ECI/ABP News/ABP Majha)
Rohit Sharma પાસે આજની મેચમાં ઈતિહાસ રચવાની સુવર્ણ તક, લગાવાની છે 5 સિક્સર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી 3 મેચોની વન ડે સિરીઝની શરુઆત થઈ છે. આજની મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
India Vs England: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી 3 મેચોની વન ડે સિરીઝની શરુઆત થઈ છે. આજની મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આજની મેચમાં ટીમ ઈન્ડિયા રેગ્યુલર કેપ્ટન રોહિત શર્માની (Rohit Sharma) આગેવાનીમાં રમવા ઉતરી છે. રોહિત શર્મા પાસે આજની મેચમાં ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે. જો કે ઈતિહાસ રચવા માટે રોહિતે આજની મેચમાં 5 સિક્સર લગાવાની છે.
રોહિત શર્મા વનડે ક્રિકેટમાં અત્યાર સુધી 245 સિક્સર મારી ચુક્યો છે. જો રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામે રમાનારી આજની વનડે મેચમાં 5 છગ્ગા લગાવશે તો તે ભારતની તરફથી આ ફોર્મેટમાં 250 સિક્સર લગાવનાર પહેલો બેટ્સમેન બની જશે.
જો કે રોહિત શર્મા પહેલાથી જ ભારત માટે વનડેમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી છે. રોહિત શર્માએ 229 મેચમાં 245 સિક્સર ફટકારી છે. બીજા નંબર પર પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ છે જેણે 350 વનડેમાં 229 સિક્સ ફટકારી છે.
આફ્રિદી ટોચ પર છેઃ
ODI ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ શાહિદ આફ્રિદીના નામે છે. શાહિદ આફ્રિદીએ 398 વનડેમાં 351 સિક્સર ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલે 301 વનડેમાં 331 સિક્સર ફટકારી છે અને તે આ યાદીમાં બીજા નંબર પર છે. શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર સનથ જયસૂર્યાનું નામ પણ સૌથી વધુ છગ્ગા મારનારા ખેલાડીઓની યાદીમાં સામેલ છે. સનથ જયસૂર્યાએ 445 વનડેમાં 270 સિક્સર ફટકારી છે.
આ પણ વાંચોઃ