ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસે આ દિગ્ગજ નેતાને સોંપી મોટી જવાબદારી, જાણો વધુ વિગતો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. કૉંગ્રેસે પણ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દિધી છે.
નવી દિલ્હી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. કૉંગ્રેસે પણ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દિધી છે. વિધાનસભા ચૂંટણીને લઈ કૉંગ્રેસે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતને સિનિયર નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપી છે. તેમની સાથે પૂર્વ મંત્રી મિલિંદ દેવરાને પણ નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપી છે.
Upcoming Gujarat & Himachal Pradesh elections | Rajasthan CM Ashok Gehlot appointed as Congress' Sr Observer for Gujarat. TS Singh Deo & Milind Deora, the Observers
— ANI (@ANI) July 12, 2022
Chhattisgarh CM Bhupesh Baghel appointed as Sr Observer for Himachal. Sachin Pilot and Partap Singh, the Observers pic.twitter.com/rzdnf69SQv
આ રીતે જ કૉંગ્રેસે હિમાચલ પ્રદેશમાં પણ સિનિયર નિરીક્ષક તરીકે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલને મોટી જવાબદારી સોંપી છે. તેમની સાથે સાથે નિરીક્ષક તરીકે સચીન પાયલટ અને પ્રતાપસિંહ બાજવાને જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો અત્યારથી જ કામે લાગી ગયા છે. ગુજરાતમાં કૉંગ્રેસને વધુ મજબૂત કરવા માટે અશોક ગહેલોતને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આડકતરી રીતે કૉંગ્રેસે ગુજરાતની કમાન અશોક ગહેલોતને સોંપી દિધી છે. આ પહેલા અશોક ગહેલોત ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રહી ચૂંક્યા છે.
હાલમાં ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રધુ શર્મા છે તેઓ રાજસ્થાનથી આવે છે તેઓ અશોક ગહેલોતની નજીકના માનવામાં આવે છે. કૉંગ્રેસ હાઈકમાન્ડે અશોક ગહેલોતને ગુજરાત કૉંગ્રેસના ઓર્બ્ઝરવર બનાવી તેમને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપી છે.
પાર્ટીએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને હિમાચલ પ્રદેશ માટે સિનિયર નિરીક્ષક બનાવ્યા છે. તેમની સાથે હિમાચલ પ્રદેશમાં રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને પણ મોટી જવાબદારી સોંપી છે. સચિન પાયલટ અને પ્રતાપ સિંહ બાજવાને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.
આ વર્ષે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી યોજાશે
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ પોતાના વરિષ્ઠ નેતાઓ અને મુખ્યમંત્રીઓને ચૂંટણીમાં મહત્વની જવાબદારી સોંપી છે.