શોધખોળ કરો

IND vs WI Playing 11: ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરશે યશસ્વી, રોહિતે જણાવ્યું પ્લેઈંગ ઈલેવનમાં કોને-કોને સ્થાન મળશે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ બુધવારથી ડોમિનિકામાં રમાશે. કેપ્ટન રોહિત શર્મા અગાઉ પ્લેઈંગ ઈલેવન વિશે ખુલાસો કરી ચૂક્યો છે.

Yashasvi Jaiswal Debut India vs West Indies Playing 11: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ બુધવારથી ડોમિનિકામાં રમાશે. કેપ્ટન રોહિત શર્મા અગાઉ પ્લેઈંગ ઈલેવન વિશે ખુલાસો કરી ચૂક્યો છે. રોહિતે કહ્યું કે યશસ્વી જયસ્વાલ ડેબ્યૂ મેચ રમશે. યશસ્વીનો ડોમેસ્ટિક મેચોમાં સારો રેકોર્ડ છે.  શુભમન ગીલની બેટિંગ ક્રમ વિશે વાત કરી. રોહિતે કહ્યું કે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બે સ્પિન બોલરોને રાખવામાં આવશે.

રોહિતે ભારતની પ્લેઈંગ ઈલેવન પર પ્રતિક્રિયા આપી. Revsportzના એક સમાચાર અનુસાર, રોહિતે કહ્યું કે યશસ્વી જયસ્વાલ ડોમિનિકામાં ભારત માટે ડેબ્યૂ મેચ રમશે. શુભમન ગિલ ત્રીજા નંબરે બેટિંગ કરશે. ટીમ ઈન્ડિયા આ મેચમાં બે સ્પિન બોલરો સાથે ઉતરશે. તેથી રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનનું સ્થાન નિશ્ચિત થઈ ગયું છે. આ બંને ઓલરાઉન્ડર ખેલાડી છે અને ઘણા પ્રસંગોએ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે.

યશસ્વીનું ઘરેલુ મેચોમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. તેણે ફર્સ્ટ ક્લાસ મેચોની 26 ઇનિંગ્સમાં 1845 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં બેવડી સદી ફટકારી છે. ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 265 રન છે. યશસ્વીએ 9 સદી અને 2 અડધી સદી ફટકારી છે. તેણે 32 લિસ્ટ A મેચમાં 1511 રન બનાવ્યા છે. તેણે 5 સદી અને 7 અડધી સદી ફટકારી છે. યશસ્વીએ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 57 T20 મેચમાં 1578 રન બનાવ્યા છે.

મહત્વપૂર્ણ છે કે લાંબા સમય બાદ ભારત અને વેસ્ટ ઈન્ડિઝના ડોમિનિકામાં ટેસ્ટ મેચ રમાશે. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ આ મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ભારતે ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ મેચ પણ રમી હતી. આમાં યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ સારો દેખાવ કર્યો હતો. ટીમ ઈન્ડિયા ફરી એકવાર યશસ્વી પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.  

રોહિત શર્માએ ડોમિનિકા ટેસ્ટ પહેલા કહ્યું હતું કે, ગિલ નંબર 3 પર રમશે. ગિલ પોતે નંબર 3 પર રમવા માંગે છે. તેણે આવીને રાહુલ ભાઈ (કોચ રાહુલ દ્રવિડ) સાથે ચર્ચા કરી. તેણે કહ્યું છે કે મેં તમામ ક્રિકેટ નંબર 3 અને 4 પર રમી છે. જો હું નંબર 3 પર બેટિંગ કરીશ તો હું ટીમ માટે વધુ સારું કરી શકીશ.  કેપ્ટન રોહિતે શુભમનના બેટિંગ નંબર વિશે કહ્યું, "અમારા માટે એ પણ સારું છે કે લેફ્ટ અને રાઈટ હેન્ડના ખેલાડીઓનું કોમ્બિનેશન બનશે."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
Embed widget