શોધખોળ કરો

Rohit Sharma: હવે દુનિયા ઈયોન મોર્ગન અને ધોનીને નહીં રોહિત શર્માને યાદ કરશે,'હિટમેને' રચ્યો ઈતિહાસ

Rohit Sharma: હાલમાં રોહિત શર્મા 234 છગ્ગા સાથે પ્રથમ સ્થાને છે. તેના પછી હવે ઇયોન મોર્ગનનું નામ આવે છે. ધોનીનું નામ ત્રીજા સ્થાને આવે છે.

Rohit Sharma:  ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઈતિહાસ રચ્યો છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ છગ્ગા મારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. શ્રીલંકા સામેની પ્રથમ વનડે પહેલા તે 231 છગ્ગા સાથે બીજા સ્થાને હતો, પરંતુ ગઈકાલની મેચમાં તેણે ત્રીજી સિક્સ ફટકારી  ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગનને હરાવીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.

હાલમાં રોહિત શર્મા 234 છગ્ગા સાથે પ્રથમ સ્થાને છે. તેના પછી ઇયોન મોર્ગનનું નામ આવે છે. કેપ્ટન તરીકે મોર્ગને 180 ઇનિંગ્સમાં 233 સિક્સર ફટકારી છે. ત્રીજા સ્થાને બીજું કોઈ નહીં પણ ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ કેપ્ટન એમએસ ધોની છે. ધોનીએ કેપ્ટન તરીકે 330 ઇનિંગ્સમાં 211 સિક્સર ફટકારી હતી.

પ્રથમ વનડે મેચમાં 'હિટમેન' શર્માનું બેટ જોરદાર ચાલ્યું
અલબત્ત, ભારતીય ટીમ શ્રીલંકા સામેની પ્રથમ વનડે જીતી શકી ન હતી, પરંતુ 'હિટમેન' શર્માનું બેટ ખૂબ જ ચાલ્યું. ઇનિંગની શરૂઆત કરતા તેણે કુલ 47 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન તેણે 123.40ના સ્ટ્રાઈક રેટથી 58 રનની શાનદાર અડધી સદી ફટકારી હતી. મેચ દરમિયાન તેણે 7 ફોર અને 3 શાનદાર સિક્સર ફટકારી હતી. આ શાનદાર ઇનિંગ તેની ODI કારકિર્દીની 56મી અડધી સદી છે.

પ્રથમ ODI મેચનું પરિણામ
પ્રથમ વનડે મેચની વાત કરીએ તો કોલંબોમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 230 રન બનાવી શકી હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ટીમ પણ 47.5 ઓવરમાં 230 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આમ પ્રથમ વનડે મેચ ડ્રો રહી હતી અને બંને ટીમોને 1-1 પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો.

વોશિંગ્ટન સુંદરને બેટિંગ ક્રમમાં ચોથા નંબર પર મોકલવામાં આવ્યો, જે માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયો. વિરાટ કોહલી પણ લગભગ 9 મહિના બાદ કોઈ વનડે મેચ રમવા મેદાન પર ઉતર્યા, પરંતુ 24 રન જ બનાવી શક્યા. ગૌતમ ગંભીરના હેડ કોચ બન્યા બાદ શ્રેયસ અય્યરની ટીમમાં વાપસી થઈ છે અને તેમની પાસે તક હતી કે તેઓ મોટી ઇનિંગ રમીને ટીમમાં પોતાનું સ્થાન પાકું કરી લે, પરંતુ તેમનું બેટ 23 રન જ બનાવી શક્યું.

કેએલ રાહુલ અક્ષર પટેલની ભાગીદારી કામ ન આવી

ભારતીય ટીમ એક સમયે 132 રન પર 5 વિકેટ ગુમાવી ચૂકી હતી અને હજુ પણ તેને જીત માટે 99 રન બનાવવાના હતા. અહીંથી કેએલ રાહુલ અને અક્ષર પટેલ વચ્ચે અર્ધશતકીય પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદારી થઈ. એક તરફ કેએલ રાહુલે 43 બોલમાં 31 રન, જ્યારે અક્ષર પટેલે એકવાર ફરી પોતાના બેટિંગ કૌશલ્યથી બધાને પ્રભાવિત કરતાં 57 બોલમાં 33 રન બનાવ્યા. રાહુલ અને અક્ષરે મળીને 57 રન જોડ્યા. પરંતુ આ ભાગીદારી ટીમ ઇન્ડિયાના કામ ન આવી શકી, કારણ કે મુકાબલો ટાઈ થઈ ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget