(Source: ECI/ABP News/ABP Majha)
Rohit Sharma Ishan Kishan: બેવડી સદી ફટકારનાર ઇશાન કિશનને જોવી પડશે રાહ, કેપ્ટન રોહિત શર્માએ આપ્યું મોટું નિવેદન?
વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને શ્રીલંકા સામેની શરૂઆતની બે વન-ડેમાં તક આપવામાં આવી ન હતી
Rohit Sharma Ishan Kishan: ભારતીય ટીમે શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણી 2-0થી જીતી લીધી છે. બીજી મેચ ગુરુવારે (12 જાન્યુઆરી) કોલકાતામાં રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં કેએલ રાહુલે 64 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી.
A victory by 4️⃣ wickets for #TeamIndia in the second #INDvSL ODI here in Kolkata and the series is sealed 2️⃣-0️⃣ 👏👏
— BCCI (@BCCI) January 12, 2023
Scorecard ▶️ https://t.co/jm3ulz5Yr1 @mastercardindia pic.twitter.com/f8HvDZRJIY
વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને શ્રીલંકા સામેની શરૂઆતની બે વન-ડેમાં તક આપવામાં આવી ન હતી. જ્યારે ઈશાને આ પહેલા બાંગ્લાદેશ પ્રવાસ પર વનડેમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.
ઈશાનને હજુ તકની રાહ જોવી પડશે
ઈશાનને ટીમમાંથી બહાર કરવા બદલ કેપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટની ટીકા થઈ રહી છે. રોહિતે ઈશાનની જગ્યાએ શુભમન ગિલને ઓપનિંગમાં તક આપી હતી. હવે બીજી વનડે જીત્યા બાદ રોહિતે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે ઈશાનને હજુ વધુ રાહ જોવી પડશે.
હાલમાં ભારતીય વનડે ટીમમાં ટોપ-6 બેટ્સમેન જમણા હાથના છે. આ ખેલાડીઓ છે રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા. ડાબોડી બેટ્સમેન અને સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ 7મા નંબરે આવી રહ્યો છે. આવી સ્થિતિમાં રોહિતે ઈશાન કિશનને તક આપવા અને ટીમના ટોપ ઓર્ડરમાં ડાબા હાથના બેટ્સમેનને લઈને મોટું નિવેદન આપ્યું છે.
બેવડી સદી ફટકાર્યા બાદ પણ ઈશાન આઉટ થયો
રોહિત શર્માએ કહ્યું હતું કે ટોપ ઓર્ડરમાં ડાબોડી બેટ્સમેન હોવો સારી વાત છે, પરંતુ તાજેતરના ભૂતકાળમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને બાકાત રાખી શકાય નહીં. કેપ્ટનના નિવેદન પરથી અંદાજ લગાવી શકાય છે કે ઈશાનને હજુ પણ તકની રાહ જોવી પડશે. ઇશાને બાંગ્લાદેશ સામે છેલ્લી વનડે મેચ ચિતાગોંગમાં રમી હતી, જેમાં તેણે 131 બોલમાં 210 રનની ઇનિંગ રમી હતી. જ્યારે સૂર્યાએ તાજેતરમાં જ શ્રીલંકા સામે ટી-20માં સદી ફટકારી હતી.
ટીમમાં રમી રહેલા ખેલાડીઓથી રોહિત ખુશ છે
કેપ્ટન રોહિતે કહ્યું, 'ટોપ ઓર્ડરમાં ડાબોડી બેટ્સમેન હોવું સારું છે, પરંતુ જે ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે તેઓએ છેલ્લા એક વર્ષમાં સારું પ્રદર્શન કર્યું છે. અમે ડાબોડી બેટ્સમેન રાખવા માંગીએ છીએ પરંતુ અમે અમારા જમણા હાથના બેટ્સમેનોની ક્ષમતા વિશે પણ જાણીએ છીએ અને અમે આ ક્ષણે તેમની સાથે આરામદાયક છીએ. રોહિતે ત્યાં સુધી કહ્યું કે ટીમમાં રમી રહેલા જમણા હાથના ખેલાડીઓમાં દબાણને હેન્ડલ કરવાની ક્ષમતા છે અને તેઓ વધુ સારું પ્રદર્શન કરી રહ્યા છે.