શ્રીલંકા સામેની ડે-નાઇટ ટેસ્ટમાં આ બે ઘાતક ખેલાડીઓને રમાડશે રોહિત શર્મા, કોની જગ્યાએ કોને લેવાશે ?
આ મેચનુ લાઇવ ઓનલાઇન સ્ટ્રીમિંગ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર જોઇ શકાશે. આ માટે આ એપનુ સબ્સક્રિપ્શન લેવુ પડશે. તમે મેચનુ લાઇવ અપડેટ ABP અસ્મિતા પર Live
નવી દિલ્હીઃ આગામી 12મી માર્ચે ભારત અને શ્રીલંકા વચ્ચે સીરીઝની બીજી ટેસ્ટ મેચ રમાશે. આ મેચ ડે-નાઇટ ટેસ્ટ મેચ છે, પિન્ક બૉલ ટેસ્ટ મેચ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. હાલમાં ભારતીય ટીમ સીરીઝમાં પહેલી મેચ જીતીને 1-0થી લીડ બનાવી ચૂકી છે. સીરીઝની બીજી મેચ નિર્ણાયક રહેશે. આ નિર્ણાયક ટેસ્ટમાં જીત મેળવવા કેપ્ટન રોહિત શર્મા બે મોટા ફેરફારો કરી શકે છે. બે ખેલાડીઓને બહાર કરીને બે નવા ખેલાડીઓને મોકો આપી શકે છે. જો સીરીઝ પર જીત મળશે તો રોહિતની આ પહેલી ટેસ્ટ કેપ્ટન તરીકેની જીત ગણાશે. જાણો કોને કરી શકે છે બહાર.....
બે ખેલાડીઓને કરવામાં આવશે બહાર-
મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો રોહિત શર્મા ડે-નાઇટ પિન્ક બૉલ ટેસ્ટમાં બે મોટા ફેરફારો કરશે, આ ટેસ્ટમાં ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલને બહાર કરીને તેની જગ્યાએ શુભમન ગીલને મોકો આપી શકે છે. એટલે કે રોહિત શર્મા આ પિન્ક બૉલ ટેસ્ટમાં શુભમન ગીલ સાથે ઓપનિંગ કરતો દેખાઇ શકે છે. જ્યારે બીજા ફેરફારમાં ટીમમાંથી જયંત યાદવની છુટ્ટી લગભગ નક્કી છે, તેની જગ્યા ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. આ સાથે જ ટીમમાં અશ્વિનની સાથે ફરી એકવાર અક્ષર ધમાલ મચાવશે.
ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, હનુમા વિહારી, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, આર. અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી.
ડે-નાઇટ ટેસ્ટ મેચ ક્યારે ને ક્યાંથી જોઇ શકશે. વાંચો અહીં......
1. ભારત-શ્રીલંકા વચ્ચે સીરીઝની બીજી ટેસ્ટ ક્યાં રમાશે ?
આ ટેસ્ટ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.
2. મેચ ક્યારે અને કેટલા વાગે શરૂ થશે ?
આ મેચ 12 માર્ચે રમાશે, ડે-નાઇટ હોવાના કારણે આ મેચ બપોરે 2.30 વાગ્યાથી શરૂ થશે.
3. મેચનુ લાઇવ ટેલિકાસ્ટ કઇ ચેનલ પરથી થશે ?
આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 HD, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી HD, સ્ટાર સ્પોર્ટ્સ 1 તામિલ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ પર લાઇવ પ્રસારિત કરવામાં આવશે.
4. મેચને ઓનલાઇન કઇ રીતે જોઇ શકાશે ?
આ મેચનુ લાઇવ ઓનલાઇન સ્ટ્રીમિંગ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર જોઇ શકાશે. આ માટે આ એપનુ સબ્સક્રિપ્શન લેવુ પડશે. તમે મેચનુ લાઇવ અપડેટ ABP અસ્મિતા પર Live જોઇ શકશો.