શોધખોળ કરો

T20 World Cup 2022 માં વિરાટ કોહલીની ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા અંગે કેપ્ટન રોહિત શર્માનો જવાબ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2022 પહેલાં ટી20 સિરીઝ રમાવાની છે. 20 સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલી આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા મોહાલી પહોંચી ગઈ છે.

T20 World Cup 2022 Virat Kohli Rohit Sharma India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2022 પહેલાં ટી20 સિરીઝ રમાવાની છે. 20 સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલી આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા મોહાલી પહોંચી ગઈ છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ મોહાલી પહોંચીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન વિરાટ કોહલી વિશે રોહિતે વાત કરી હતી. રોહિતે જણાવ્યું કે, વિરાટ ટીમ ઈન્ડિયામાં ઓપનિંગના ત્રીજા વિકલ્પ તરીકે છે. રોહિત કેએલ રાહુલને લઈને કોઈ પણ પ્રકારની અસમંજસની સ્થિતિમાં નથી. 

કોહલી અમારો ત્રીજો ઓપનર: રોહિત

રોહિતે કોહલીને ઓપનિંગ બેટ્સમેન તરીકે લાવવા અંગે કહ્યું કે, "વિરાટ કોહલી અમારો ત્રીજો ઓપનર છે અને તે કેટલીક મેચોમાં ઓપનિંગ કરશે. વિરાટ ગઈ મેચમાં અફઘાનિસ્તાન સામે ખુબ સારું રમ્યો હતો. અમે ખુશ છીએ. હું એ વાત પણ સ્પષ્ટ કરી દઉં કે, કેએલ રાહુલ ટી20 વર્લ્ડ કપમાં ટીમ માટે ઓપનિંગ કરશે."

વિરાટ કોહલીએ એશિયા કપ 2022માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિરાટે આ ટૂર્નામેન્ટમાં 5 મેચો રમી હતી જેમાં કુલ 276 રન બનાવ્યા હતા. આ દરમિયાન વિરાટે એક શતક અને ત્રણ અર્ધશતક ફટકાર્યાં હતાં. કોહલી એશિયા કપ 2022માં સૌથી વધુ રન બનાવવા મામલે બીજા નંબર પર રહ્યો હતો.

રોહિત શર્માએ કેએલ રાહુલ વિશે જણાવ્યું કે, "રાહુલ ટીમ ઈન્ડિયા માટે ખુબ જરુરી ખેલાડી છે. અમે કોઈ પણ પ્રકારની અસમંજસની સ્થિતિમાં નથી. અમે જાણીએ છીએ કે, કેએલ ક્વોલિટી પ્લેયર છે અને સારું પ્રદર્શન કરશે."

ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 સિરીઝની પ્રથમ મેચ 20 સપ્ટેમ્બરના રોજ મોહાલીમાં રમાવાની છે. આ પછી સિરીઝની બીજી મેચ 23 સપ્ટેમ્બરના રોજ નાગપુરમાં રમાશે. તો સિરીઝની છેલ્લી મેચ 25 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદમાં રમાશે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ પુર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે પણ સિરીઝ રમશે.

આ પણ વાંચો....

IND vs AUS: ભારતને લાગ્યો ઝટકો, મોહમ્મદ શમીને કોરોના થતા ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરિઝમાંથી બહાર

IND vs SA: ભારત- દક્ષિણ આફ્રિકાની પ્રથમ ટી20 પર સંકટના વાદળો, સ્ટેડિયમમાં નથી લાઈટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર

Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ

કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના ધરપકડથી બચવા હવાતિયા, આગોતરા જામીન માટે કરી અરજી

Health Tips: મોમોઝ, પિત્ઝા, બર્ગર ખાનારા સાવધાન, થઇ શકે છે કેન્સર, રિસર્ચમાં ડરાવનારો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Canada Indian Murder Case: 22 વર્ષીય યુવકની રૂમમેટે જ છરીના ઘા ઝીંકીને કરી નાંખી હત્યા | Abp AsmitaMehsana: Dabba Trading:ડબ્બા ટ્રેડિંગ નેટવર્કનો પર્દાફાશ, મહાભારતના પાત્રો હતા કોડવર્ડBhupendrasinh Zala:મહાઠગે ધરપકડથી બચવા હવાતિયા મારવાનું કર્યું શરૂ,આગોતરા જામીન અરજીમાં શું લખ્યું?Valsad Rain In Winter: ભર શિયાળે તૂટી પડ્યો ધોધમાર વરસાદ, ખેડૂતોની ચિંતામાં ભારે વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના ધરપકડથી બચવા હવાતિયા, આગોતરા જામીન માટે કરી અરજી
કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના ધરપકડથી બચવા હવાતિયા, આગોતરા જામીન માટે કરી અરજી
Health Tips: મોમોઝ, પિત્ઝા, બર્ગર ખાનારા સાવધાન, થઇ શકે છે કેન્સર, રિસર્ચમાં ડરાવનારો ખુલાસો
Health Tips: મોમોઝ, પિત્ઝા, બર્ગર ખાનારા સાવધાન, થઇ શકે છે કેન્સર, રિસર્ચમાં ડરાવનારો ખુલાસો
સુરત સહિત દેશભરના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, કાચા હીરાના ભાવમાં કર્યો આટલો ઘટાડો

IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું

Pushpa 2: રીલિઝ થતા જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2', મેકર્સને થઇ શકે છે કરોડોનું નુકસાન

Maharashtra: આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે દેવેન્દ્ર ફડણવીસ, જાણો કેટલી સંપત્તિના માલિક છે?

Embed widget