Team India Plan: રોહિત શર્માની આ ફોર્મેટમાંથી વિદાય નક્કી, મોટા બદલાવના મૂડમાં BCCI
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આવનારા સમય માટે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારોની તૈયારીઓ કરી લીધી છે. આ ફેરફાર નવા વર્ષથી જોવા મળશે.
Team India Nexr Year Plan: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આવનારા સમય માટે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારોની તૈયારીઓ કરી લીધી છે. આ ફેરફાર નવા વર્ષથી જોવા મળશે. આ મહિનાની 21 તારીખે BCCIની એપેક્સ કાઉન્સિલની બેઠક યોજાશે. જેમાં ભારતીય ટીમમાં મહત્વના ફેરફારો નક્કી કરવામાં આવશે. ભારતે 2013 પછી આઈસીસી સ્તરની કોઈ ટ્રોફી જીતી નથી. છેલ્લા બે વર્ષમાં બે T20 વર્લ્ડ કપ થયા પરંતુ ટીમ ઈન્ડિયા ટાઈટલથી દૂર રહી. હવે વર્ષ 2023માં ભારતમાં 50 ઓવરનો વર્લ્ડ કપ પ્રસ્તાવિત છે. આવી સ્થિતિમાં, BCCI ટીમમાં ઘણા મોટા ફેરફારો કરવાના મૂડમાં છે.
રોહિતને ટી-20માંથી રજા આપવામાં આવશે
ભારતીય ટીમમાં સૌથી મોટો ફેરફાર રોહિત શર્માની T20 ટીમમાંથી કેપ્ટન તરીકેની વિદાય છે. રિપોર્ટ્સ અનુસાર રોહિત શર્મા પણ આ વાત સાથે સહમત છે. હાલમાં જ બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું હતું કે રોહિત સાથે સતત વાત થઈ રહી છે. તે હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવવાના પક્ષમાં છે. જો આ વાત સાચી હશે તો હાર્દિક આવતા વર્ષે શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. આ સિવાય રાહુલ દ્રવિડને ટી20 કોચ તરીકે પણ ઉતારવામાં આવી શકે છે.
દરેક ફોર્મેટ માટે અલગ ટીમ
દૈનિક જાગરણના અહેવાલ મુજબ ટીમ ઈન્ડિયાને નવા વર્ષની આસપાસ નવી પસંદગી સમિતિ મળી શકે છે. આ પછી, દરેક ફોર્મેટ માટે અલગ ટીમ તૈયાર કરવાની જવાબદારી નવી પસંદગી સમિતિની રહેશે. જો આમ થશે તો ટીમ ઈન્ડિયામાં ટૂંક સમયમાં ક્રાંતિકારી બદલાવ જોવા મળશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બોર્ડે દરેક ફોર્મેટમાં અલગ કેપ્ટનની નિમણૂક કરવાનો મૂડ બનાવી લીધો છે. આવી સ્થિતિમાં રોહિત શર્માની ભૂમિકા શું હશે ? તે નવી પસંદગી સમિતિના આવ્યા બાદ સ્પષ્ટ થશે.
ભારતે 2013 થી ICC ટ્રોફી જીતી નથી
ભારતે છેલ્લી વખત વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ત્યારથી અત્યાર સુધી ટીમ ઈન્ડિયા ICC લેવલની ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી છે. ત્યારપછી ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો હતો. આ પહેલા ભારતે ધોનીની કપ્તાનીમાં 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો. આગામી બે વર્ષમાં ભારતને 2 વર્લ્ડ કપ રમવાના છે, જેને ટીમ ઈન્ડિયા જીતવા ઈચ્છશે.