CWC 2023 : ફાઈનલ મુકાબલામાં સચિને વિરાટ કોહલીએ આપી ખાસ ગીફ્ટ, સામે આવ્યો વીડિયો
વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં લાખો ભારતીય ચાહકો ટીમ ટ્રોફી જીતવાની આશા રાખી રહ્યા છે.
વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં લાખો ભારતીય ચાહકો ટીમ ટ્રોફી જીતવાની આશા રાખી રહ્યા છે. આ શાનદાર મેચ પહેલા ક્રિકેટના ભગવાન એટલે કે સચિન તેંડુલકરે ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને એક ખાસ ભેટ આપી હતી, જેનો વીડિયો ચર્ચામાં છે.
વર્લ્ડ કપની 13મી આવૃત્તિની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતીય ટીમ હવે વધુ મોટો ટાર્ગેટ આપવાનો પ્રયાસ કરી રહી છે. વિરાટ કોહલીએ 54 રનની ઈનિંગ રમી હતી. ટૂર્નામેન્ટમાં તેનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ન્યુઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં જમણા હાથના બેટ્સમેને તેની ODI કારકિર્દીની 50મી સદી પણ ફટકારી અને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો.
A special occasion & a special pre-match moment 🤗
— BCCI (@BCCI) November 19, 2023
There's 𝘾𝙇𝘼𝙎𝙎 written all over this gesture! 😊
The legendary Sachin Tendulkar gifts Virat Kohli his signed jersey from his last ODI 👏 👏#TeamIndia | #CWC23 | #MenInBlue | #Final | #INDvAUS pic.twitter.com/qu7YA6Ta3G
રવિવારે મેચ પહેલા જ્યારે ભારતીય ખેલાડીઓ મેદાન પર વોર્મઅપ કરી રહ્યા હતા ત્યારે તેંડુલકર ભારતીય છાવણીમાં પ્રવેશ્યો હતો. તેણે કિંગ કોહલીને તેની 2011 વર્લ્ડ કપની જર્સી ભેટમાં આપી હતી, જે પ્રાપ્ત કર્યા બાદ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ખૂબ જ ખુશ થઈ ગયો હતો. આ સાથે તેંડુલકરે સેમિફાઇનલ મેચની કેટલીક તસવીરો પણ કોહલીને આપી હતી.
નોંધનીય છે કે ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઈનલ મેચમાં આમને-સામને છે. છેલ્લી વખત 2003માં રિકી પોન્ટિંગની કપ્તાનીમાં કાંગારૂઓએ ભારતને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ વખતે રોહિત શર્માની ટીમ પાસે અગાઉની હારનો બદલો લેવાની સુવર્ણ તક છે.
જોકે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા હંમેશા ટીમ ઈન્ડિયા પર પ્રભુત્વ ધરાવે છે. વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં બંને ટીમો વચ્ચે કુલ 13 મેચ રમાઈ છે, જેમાંથી કાંગારુ ટીમે આઠ મેચમાં ભારતને હરાવ્યું છે, જ્યારે ટીમ ઈન્ડિયા પાંચ વખત જીતી છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાનું મનોબળ ચોક્કસપણે ઉંચુ રહેશે.