શોધખોળ કરો

આ ખેલાડીએ પાકિસ્તાન માટે T20 ક્રિકેટમાં બનાવ્યો સૌથી મોટો સ્કોર, વર્ષો પહેલાનો રેકોર્ડ તોડ્યો 

T20 ફોર્મેટમાં હંમેશા બેટ્સમેનોનું વર્ચસ્વ રહ્યું છે. અહીં બોલરને માત્ર ચાર ઓવર એટલે કે માત્ર 24 બોલ જ નાખવામાં આવે છે. જ્યારે બેટ્સમેનો આ ફોર્મેટમાં આક્રમક માનસિકતા સાથે બેટિંગ કરે છે.

T20 ફોર્મેટમાં હંમેશા બેટ્સમેનોનું વર્ચસ્વ રહ્યું છે. અહીં બોલરને માત્ર ચાર ઓવર એટલે કે માત્ર 24 બોલ જ નાખવામાં આવે છે. જ્યારે બેટ્સમેનો આ ફોર્મેટમાં આક્રમક માનસિકતા સાથે બેટિંગ કરે છે. હાલમાં પાકિસ્તાનમાં નેશનલ ટી20 કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં પેશાવર ક્ષેત્ર અને ક્વેટા ક્ષેત્ર વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં પેશાવરે પ્રથમ બેટિંગ કરીને 239 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ક્વેટાની ટીમ માત્ર 113 રન પર જ સિમિત રહી હતી અને પેશાવરે 126 રનથી મેચ જીતી લીધી હતી. પાકિસ્તાનના 29 વર્ષના શાહિબજાદા ફરહાને T20 ક્રિકેટમાં શાનદાર બેટિંગ કરી છે અને 162 રનની ઇનિંગ રમીને તે T20 ક્રિકેટમાં પાકિસ્તાન માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.

હસન નવાઝ બાદ વધુ એક પાકિસ્તાની બેટ્સમેને T20 ક્રિકેટમાં તબાહી મચાવી છે. હસન નવાઝ પાકિસ્તાન માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. જ્યારે 29 વર્ષના શાહિબજાદા ફરહાને પાકિસ્તાન માટે T20માં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

શાહિબજાદા ફરહાને 162 રનની ઇનિંગ રમી હતી 

શાહિબજાદા ફરહાન પેશાવર માટે સૌથી મોટો હીરો સાબિત થયો હતો. તેણે 72 બોલમાં 162 રન બનાવ્યા જેમાં 14 ચોગ્ગા અને 11 છગ્ગાનો સમાવેશ થાય છે. શાનદાર ઇનિંગ રમીને તેણે કામરાન અકમલનો 8 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. કામરાને વર્ષ 2017માં લાહોર તરફથી રમતા કુલ 150 રન બનાવ્યા હતા. હવે શાહિબજાદા ફરહાન પાકિસ્તાન માટે T20 ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટ્સમેન બની ગયો છે.

કામરાન અકમલ પણ પાછળ રહ્યો

શાહિબજાદા ફરહાન એકંદર T20 ક્રિકેટમાં સંયુક્ત રીતે ત્રીજી સૌથી વધુ ઇનિંગ્સ ધરાવતો ખેલાડી બની ગયો છે. તેણે હેમિલ્ટન મસાકડજા, ડેવાલ્ડ બ્રેવિસ અને હઝરતુલ્લાહ ઝઝઈની બરાબરી કરી છે. ટી20 ક્રિકેટમાં ક્રિસ ગેલે સૌથી મોટી ઇનિંગ્સ રમી છે. તેણે વર્ષ 2013માં આઈપીએલમાં આરસીબી ટીમ માટે 175 રનની ઈનિંગ રમી હતી.

T20 ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટ્સમેનઃ

ક્રિસ ગેલ- 175 રન
એરોન ફિન્ચ- 172 રન
હેમિલ્ટન મસાકાદઝા- 162 રન
હઝરતુલ્લા ઝઝઈ- 162 રન
શાહિબજાદા ફરહાન- 162 રન
ડેવાલ્ડ બ્રેવિસ- 162 રન 

પાકિસ્તાન માટે 9 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે
 
શાહિબઝાદા ફરહાને પાકિસ્તાન માટે 9 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે, જેમાં તેણે પોતાના બેટથી 86 રન બનાવ્યા છે. તેના નામે 60 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 4646 રન છે જેમાં 10 સદી સામેલ છે. લિસ્ટ-એમાં તેના નામે 2926 રન છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad: અમદાવાદના  કુખ્યાત મોહમ્મદ કુરેશીના  “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Ahmedabad: અમદાવાદના કુખ્યાત મોહમ્મદ કુરેશીના “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Bangladesh Unrest: શું બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકઠા થવાનો આપ્યો આદેશ!
Bangladesh Unrest: શું બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકઠા થવાનો આપ્યો આદેશ!
Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Panchmahal Suicide : મોબાઇલ ચોરીનો આરોપ લાગતાં યુવકે ચાલુ ટ્રેને કરી લીધો આપઘાતJamnagar Cattle Issue : જામનગરમાં ઢોર સાથે અથડાતા બાઇક ચાલક પટકાયું, પાછળથી આવતી ટ્રકે કચડ્યોGujarat Police Action : ગુજરાતમાં ગુંડાઓની ખેર નથી! વૈભવી પેલેસ પર ચાલ્યું બુલડોઝરUSA GreenCard News: માત્ર ગ્રીનકાર્ડ માટે અમેરિકન સાથે લગ્ન કર્યા તો આવી બનશે, ટ્રમ્પની નવી નિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad: અમદાવાદના  કુખ્યાત મોહમ્મદ કુરેશીના  “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Ahmedabad: અમદાવાદના કુખ્યાત મોહમ્મદ કુરેશીના “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Bangladesh Unrest: શું બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકઠા થવાનો આપ્યો આદેશ!
Bangladesh Unrest: શું બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકઠા થવાનો આપ્યો આદેશ!
Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?
America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?
EPFO Toll Free Number: પીએફ સાથે જોડાયેલી કોઇ પણ  તકલીફ માટે આ નંબર પર કરો કોલ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ
EPFO Toll Free Number: પીએફ સાથે જોડાયેલી કોઇ પણ તકલીફ માટે આ નંબર પર કરો કોલ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ
Sikandar First Review: 'ધમાકેદાર, ઈન્ટેસ અને થ્રિલિંગ', 'સિકંદર'નો પહેલો રિવ્યૂ, શું દક્ષિણની ફિલ્મની રિમેક છે સલમાન ખાનની ફિલ્મ ?
Sikandar First Review: 'ધમાકેદાર, ઈન્ટેસ અને થ્રિલિંગ', 'સિકંદર'નો પહેલો રિવ્યૂ, શું દક્ષિણની ફિલ્મની રિમેક છે સલમાન ખાનની ફિલ્મ ?
શું થરૂરનું BJPમાં જોડાવાનું નક્કી! આ મોટા નેતાએ કોંગ્રેસ MP સાથેનો ફોટો કરીને લખ્યું- ‘ફાઈનલી આપણે એક જ દીશામાં યાત્રા કરી રહ્યા છીએ’
શું થરૂરનું BJPમાં જોડાવાનું નક્કી! આ મોટા નેતાએ કોંગ્રેસ MP સાથેનો ફોટો કરીને લખ્યું- ‘ફાઈનલી આપણે એક જ દીશામાં યાત્રા કરી રહ્યા છીએ’
Embed widget