શોધખોળ કરો
Advertisement
જાડેજાની તોફાની બેટિંગથી ચોંકી ગયેલી સાક્ષી ધોનીએ પોતાના સ્ટેટસ પર જાડેજા માટે શું લખ્યું, જાણો વિગતે
ધોનીની પત્ની સાક્ષી ધોનીએ કેકેઆર વિરુદ્ધ સીએસકેને મળેલી ધમાકેદાર જીત પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીમાં રવિન્દ્ર જાડેજાની એક તસવીર શેર કરી છે
નવી દિલ્હીઃ ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ કેકેઆર વિરુદ્ધ સીએસકેને મળેલી ધમાકેદાર જીત પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીમાં રવિન્દ્ર જાડેજાની એક તસવીર શેર કરી છે, સાક્ષીએ તસવીર પર લખ્યું- "બાપ રે બાપ (ઓહ માય ગૉડ!)"
જાડેજા બન્યો જીતનો હીરો
કેકેઆર વિરુદ્ધ રવિન્દ્ર જાડેજાની તોફાની બેટિંગથી મેચની છેલ્લી ઓવરોમાં રોમાંચ ઉભો થયો હતો. 20મી ઓવર કેકેઆરના કમલેશ નાગરકોટીને આપવામાં આવી. તે સમયે ચેન્નાઇની જીત માટે 10 રનોની જરૂર હતી. નાગરકોટીની સામે સેમ કરન હતો, બીજી બૉલ પર બે રન મળ્યા, ત્રીજા બૉલ પર એક રન અને હવે સ્ટ્રાઇક રવિન્દ્ર જાડેજા પાસ આવી ગઇ હતી. ચોથા બૉલ ડૉટ થયો કોઇ રન ના મળ્યો. પાંચમા બૉલ પર ફરી એકવાર જાડેજાએ સિક્સ ફટકારી દીધી. આ સિક્સ બાદ ચેન્નાઇને જીત માટે એક બૉલમાં એક રન જોઇતો હતો, ત્યારબાદ છેલ્લા બૉલ પર જાડેજાએ ફરી સિક્સ ફટકારી અને મેચ જીતાડી દીધી હતી.
મેચમાં આ વિશ્વસનીય જીતથી લોકો ચોંકી ગયો, ખાસ કરીને એમએસ ધોની પત્ની સાક્ષી ધોની જાડેજાની છેલ્લી ઓવરોમાં તોફાની બેટિંગથી પ્રભાવિત થઇ, અને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ પર જાડેજાની એક તસવીર પૉસ્ટ કરી દીધી હતી, અને લખ્યું - "બાપ રે બાપ (ઓહ માય ગૉડ!)"
નોંધનીય છે કે મેચમાં પહેલા બેટિંગ કરતા કેકેઆરે 20 ઓવરમાં 5 વિકટેના નુકશાને 172 રન બનાવ્યા હતા, ટીમમાં નીતિશ રાણાએ 87 રનની ઇનિંગ રમી હતી, રાણા સિવાય ટીમમાંથી કોઇપણ બેટ્સમેન ચાલ્યો નહીં. વળી, સામે ચેન્નાઇ તરફથી લુંગી એનગીડીએ 2 વિકેટ અને જાડેજા, કર્ણ શર્મા, સેન્ટનરે એક-એક વિકેટ ઝડપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement