IND vs SA ODI: શું સંજુ સેમસન અને રિંકુ સિંહને પ્રથમ વનડેમાં મળશે મોકો? જાણો કેપ્ટન રાહુલે શું આપ્યો જવાબ
KL Rahul Pre Match Press Conference: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવાર (17 ડિસેમ્બર)થી ત્રણ મેચની વનડે શ્રેણી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ જોહાનિસબર્ગના ધ વોન્ડરર્સમાં રમાશે
KL Rahul Pre Match Press Conference: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવાર (17 ડિસેમ્બર)થી ત્રણ મેચની વનડે શ્રેણી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ જોહાનિસબર્ગના ધ વોન્ડરર્સમાં રમાશે. આ મેચના એક દિવસ પહેલા આયોજિત પ્રી-મેચ પ્રેસ કોન્ફરન્સમાં કેએલ રાહુલને વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનની ભૂમિકા અને રિંકુ સિંહના ODI ડેબ્યૂ સાથે જોડાયેલા કેટલાક ખાસ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. કેએલ રાહુલે આના પર શું જવાબ આપ્યા, અહીં વાંચો.
અત્યારે હું માત્ર વિકેટકીપિંગ કરીશ
દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટીમ ઈન્ડિયામાં સંજુ સેમસનની ભૂમિકા અંગેના સવાલ પર કેએલ રાહુલે કહ્યું, સંજુ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે. જ્યારે પણ તે ODI ક્રિકેટ રમ્યો છે ત્યારે તેણે આ જ ભૂમિકા ભજવી છે. તે નંબર-5 અથવા નંબર-6 પર બેટિંગ કરશે. અત્યારે હું માત્ર વિકેટકીપિંગ કરીશ. પરંતુ આ સિરીઝમાં તેને વિકેટકીપિંગ માટે પણ તક મળી શકે છે.
સંજુ સેમસન આ સીરીઝ દ્વારા ODI ટીમમાં વાપસી કરી રહ્યો છે
કેએલ રાહુલના આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે સંજુ સેમસન ચોક્કસપણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11નો ભાગ બની શકે છે. તમને જણાવી દઈએ કે સંજુ સેમસન આ સીરીઝ દ્વારા ODI ટીમમાં વાપસી કરી રહ્યો છે. તેનો વનડે રેકોર્ડ ઘણો શાનદાર છે. આ શ્રેણી તેના માટે ટીમ ઈન્ડિયામાં નિયમિત સ્થાન મેળવવાની સારી તક બની શકે છે.
KL રાહુલે રિંકુ સિંહ વિશે શું કહ્યું?
રિંકુ સિંહે છેલ્લી 6 T20 ઈન્ટરનેશનલ ઈનિંગમાં 109 બોલમાં 187 રન બનાવ્યા છે. પ્લેઇંગ-11માં તેનું સ્થાન પણ નિશ્ચિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે કેએલ રાહુલને રિંકુ વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેણે જવાબ આપ્યો,રિંકુએ સાબિત કરી દીધું કે તે કેટલો સારો ખેલાડી છે. તેને આઈપીએલમાં રમતા જોઈને આપણે બધા જાણી ગયા કે તે કેટલો સક્ષમ બેટ્સમેન છે. સૌથી સારી વાત એ હતી કે તે T20 શ્રેણીમાં સારા ટેમ્પરામેન્ટ સાથે કેટલું સારુ રમ્યો હતો. તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં પણ તે ખૂબ જ શાંત અને સતર્ક દેખાતો હતો. તેણે ઘરેલુ ક્રિકેટમાં તમામ ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. તેથી હું કહીશ કે હા તેમને તેમની તક મળશે.