શોધખોળ કરો

બેક ટૂ બેક સેન્ચુરી બાદ સંજૂ સેમસને બનાવ્યો આ શર્મનાક રેકોર્ડ 

હવે ભારતીય ટીમ બીજી T20I મેચમાં દક્ષિણ આફ્રિકા સામે રમી રહી છે.  આ મેચમાં ફરી એકવાર સંજુ સેમસન પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી પરંતુ તે ખાતું પણ ખોલી શક્યો ન હતો.

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે અને 4 મેચની T20I શ્રેણી રમી રહી છે. શ્રેણીની પ્રથમ મેચ ડરબનમાં રમાઈ હતી જેમાં સંજુ સેમસનની વિસ્ફોટક સદીની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું હતું. સંજુ સેમસને આ મેચમાં સદી સાથે સતત 2 T20 ઇનિંગ્સમાં સદી ફટકારીને નવો ઇતિહાસ રચ્યો હતો. સંજુ સતત બે T20I ઇનિંગ્સમાં સદી ફટકારનાર વિશ્વનો ચોથો અને ભારતનો પ્રથમ બેટ્સમેન બન્યો. હવે ભારતીય ટીમ બીજી T20I મેચમાં દક્ષિણ આફ્રિકા સામે રમી રહી છે.  આ મેચમાં ફરી એકવાર સંજુ સેમસન પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી પરંતુ તે ખાતું પણ ખોલી શક્યો ન હતો અને માત્ર 3 બોલનો સામનો કરીને પેવેલિયન પરત ફર્યો હતો. આ સાથે સંજુના નામે એક ખૂબ જ શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો.

સંજુ સેમસન આ વર્ષે T20I ક્રિકેટમાં ચોથી વખત શૂન્ય પર આઉટ થયો છે. આ રીતે તે એક વર્ષમાં 4 વખત T20I ક્રિકેટમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ પહેલા યુસુફ પઠાણ, રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામે એક વર્ષમાં 3-3 વખત શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ હતો.

એક વર્ષમાં ભારત માટે સૌથી વધુ ડક પર આઉટ થયેલા બેટ્સમેન (T20I) 

4 - સંજુ સેમસન (2024)*
3 - યુસુફ પઠાણ (2009)
3 - રોહિત શર્મા (2018)
3 - રોહિત શર્મા (2022)
3 - વિરાટ કોહલી (2024) 

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20I મેચમાં સદી ફટકારનાર સંજુ સેમસન જ્યારે બીજી મેચમાં શૂન્ય રને આઉટ થયો ત્યારે તે એક અનોખી ક્લબમાં જોડાયો હતો. સંજુ T20I ક્રિકેટમાં સતત બે ઇનિંગ્સમાં સદી ફટકારીને શૂન્ય પર આઉટ થનારો વિશ્વનો 13મો બેટ્સમેન બન્યો છે. આ યાદીમાં સામેલ થનાર તે માત્ર બીજા ભારતીય છે. આ પહેલા ભારત તરફથી માત્ર યશસ્વી જયસ્વાલે આ કારનામું કર્યું હતું.

સતત બે T20I ઇનિંગ્સમાં સદી અને ડક પર આઉટ થનાર બેટ્સમેન 

ક્રિસ ગેઈલ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ, 2007
અહમદ શહઝાદ વિરુદ્ધ બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ, 2014
કોલિન મુનરો વિરુદ્ધ બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા, 2017
લેસ્લી ડનબર વિરુદ્ધ બલ્ગેરિયા અને ગ્રીસ, 2019
રવિજા સંદુરુવાન વિરુદ્ધ બહામાસ અને સાઉદી અરેબિયા, 2019
અરવિંદા ડી સિલ્વા વિરુદ્ધ સર્બિયા અને રોમાનિયા, 2021
આરોન જોન્સન વિરુદ્ધ ઓમાન અને બહામાસ, 2022
સિમોન સેસાજી વિરુદ્ધ તાન્ઝાનિયા અને રવાન્ડા, 2022
રાઈલી રૂસો વિરુદ્ધ બાંગ્લાદેશ અને ભારત, 2022
જોહ્નસન ચાર્લ્સ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, 2023
યશસ્વી જયસ્વાલ વિરુદ્ધ નેપાળ અને બાંગ્લાદેશ, 2023
અનીશ પૈરામ વિરુદ્ધ ફિલિપાઇન્સ અને કેમેરૂન, 2023
સંજુ સેમસન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, 2024 

T20Iમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ થયેલા ભારતીય બેટ્સમેન

12 - રોહિત શર્મા (151 ઇનિંગ્સ)
7 - વિરાટ કોહલી (117 ઇનિંગ્સ)
5 - સંજુ સેમસન (31 ઇનિંગ્સ)
5 - કેએલ રાહુલ (68 ઇનિંગ્સ) 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
Embed widget