WT20 WC 2024: પાક. સામે જીત છતાં ભારત માટે સેમિફાઇનલમાં પહોંચવું મુશ્કેલ, જાણો સમીકરણ
Indias Qualification Chances: મહિલા ટી20 વર્લ્ડકપમાં ભારતે તેની બીજી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતુ. હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું
Indias Qualification Chances: મહિલા ટી20 વર્લ્ડકપમાં ભારતે તેની બીજી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતુ. હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. આ પહેલા ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 58 રનથી હરાવ્યું હતું, પરંતુ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે જોરદાર વાપસી કરી હતી. શું આ જીત બાદ ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચશે? હવે ભારત માટે સેમિફાઇનલનો રસ્તો કેટલો સરળ કે મુશ્કેલ છે? પાકિસ્તાન સામેની જીત છતાં ટીમ ઈન્ડિયા માટે સેમીફાઈનલમાં પહોંચવું આસાન નથી. જોકે ભારતીય ટીમની આશા ઠગારી નીવડી નથી. હવે સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારતને શું કરવું પડશે, હવે શું છે આગળનું પુરેપુરુ સમીકરણ? સમજો...
ભારતીય ટીમ બુધવારે શ્રીલંકા સામે ટકરાશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા માટે આ મેચ કરો યા મરો હશે. આ સિવાય ભારતીય ટીમે તેના નેટ રન રેટમાં સુધારો કરવો પડશે. જો ટીમ ઈન્ડિયા આમ કરવામાં સફળ રહેશે તો સેમીફાઈનલની આશા જીવંત રહેશે. આ પછી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ભારતીય ટીમે કોઈપણ ભોગે ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવવી પડશે. ભારત માટે સૌથી મોટી સમસ્યા નબળો રન રેટ છે. પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 58 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ ખરાબ નેટ રન રેટ ટીમ ઈન્ડિયાના સેમિફાઈનલમાં જવાના માર્ગમાં અવરોધ બની શકે છે.
રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આમને સામને ટકરાશે. વિજય નોંધાવવાની સાથે ભારતીય ટીમે તેની નેટ રન રેટમાં સુધારો કરવો પડશે. આ રીતે ભારતે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે. જો ભારતીય ટીમ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાને હરાવશે, પરંતુ નેટ રન રેટમાં સુધારો કરવામાં નિષ્ફળ જશે તો સેમિફાઇનલનું સપનું ચકનાચૂર થઈ જશે. જો ભારતીય ટીમ પાકિસ્તાનને 11 ઓવર પહેલા હરાવવામાં સફળ રહી હોત તો નેટ રન રેટ પૉઝિટિવ બની ગયો હોત, પરંતુ ટીમ ઈન્ડિયા આમ કરવામાં નિષ્ફળ રહી. હવે ટીમ ઈન્ડિયા પાસે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે નેટ રન રેટ સુધારવાની તક છે.
T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન સામે છઠ્ઠો વિજય
ભારતીય ટીમે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે આ છઠ્ઠી જીત મેળવી છે. અગાઉની મેચોમાંથી પાકિસ્તાની ટીમ માત્ર બે મેચ જીતવામાં સફળ રહી છે. આ દરમિયાન જો ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 14 વખત પાકિસ્તાનને હરાવ્યું છે. ભારતીય ટીમે હજુ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે તેની મેચ રમવાની છે.
આ પણ વાંચો
T20 World Cup 2024 Points Table: ટીમ ઈન્ડિયાની જીત બાદ પોઈન્ટ ટેબલમાં થયો ફેરફાર